Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > મુંબઈના પ્રદર્શનમાં જેન-ઝી તેમની સ્ટાઇલમાં છવાયા

મુંબઈના પ્રદર્શનમાં જેન-ઝી તેમની સ્ટાઇલમાં છવાયા

Published : 24 July, 2026 07:33 AM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

કિસ ઑફ લવ’ સ્ટાઇલમાં પ્લૅકાર્ડ્સ હાથમાં પકડીને લોકોનું ધ્યાન ખેંચ્યું હતું

પ્લૅકાર્ડ્સ હાથમાં પકડીને લોકોનું ધ્યાન ખેંચ્યું

પ્લૅકાર્ડ્સ હાથમાં પકડીને લોકોનું ધ્યાન ખેંચ્યું


મુંબઈમાં ઠેર-ઠેર કૉક્રૉચ જનતા પાર્ટી (CJP)ના સમર્થનમાં અને કેન્દ્રીય શિક્ષણપ્રધાન ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામા સાથે પ્રદર્શનો થઈ રહ્યાં છે ત્યારે જેન-ઝીના આંદોલનકારીઓએ આ રીતે પણ વિરોધ વ્યક્ત કર્યો હતો. ‘કિસ ઑફ લવ’ સ્ટાઇલમાં પ્લૅકાર્ડ્સ હાથમાં પકડીને લોકોનું ધ્યાન ખેંચ્યું હતું તો અમુક લોકોએ ધર્મેન્દ્ર પ્રધાનનો ‘Pookie’વાળો ફોટો બનાવીને ‘કૂચૂપૂચુ રિઝાઇન દે દો ના તુમ’ એવું લખેલું પોસ્ટર લહેરાવીને જેન-ઝી સ્ટાઇલમાં પ્રદર્શન કર્યું હતું.  

પુલિસવાલા વડાપાવ ખાયા ક્યા? પોલીસ અને આંદોલનકારી વિદ્યાર્થીઓ વચ્ચે લૉકઅપની બિટર-સ્વીટ મોમેન્ટ



મુંબઈ પોલીસે પરવાનગી વગર આંદોલન કરનારા વિદ્યાર્થીઓની અટક કરી હતી, પણ તેમને પોલીસ-સ્ટેશનમાં વડાપાંઉ પણ આપ્યાં હતાં. પોલીસે વિદ્યાર્થીઓ પ્રત્યે સહાનુભૂતિ દાખવી એનાથી આંદોલનકારીઓને પણ મુંબઈ પોલીસ પ્રત્યે માન થયું હતું અને વિડિયો બનાવીને તેમણે ‘પુ​લિસવાલા વડાપાવ ખાયા ક્યા?’ એવો સવાલ પૂછ્યો હતો, જ્યારે વધુ એક વિદ્યાર્થી વડાપાંઉ માટે મુંબઈ પોલીસને મરાઠીમાં ‘વડાપાવ માટે મુંબઈ પોલીસને મનથી સલામ’ એમ કહીને બિરદાવે છે.


ધર્મેન્દ્ર પ્રધાનનું રાજીનામું માગવા MNSનું સિગ્નેચર-કૅમ્પેન

શિવાજી પાર્ક પર ગઈ કાલે મહારાષ્ટ્ર નવનિર્માણ સેના (MNS) દ્વારા એજ્યુકેશન મિનિસ્ટર ધર્મેન્દ્ર પ્રધાનનું રાજીનામું માગવા સિગ્નેચર-કૅમ્પેન ચલાવવામાં આવ્યું હતું. મોટી સંખ્યામાં યુવક-યુવતીઓ ભારતનો તિરંગો લઈને પ્રોટેસ્ટ કરવા પહોંચી ગયાં હતાં. એ વખતે પોલીસે અૅક્શન લઈને તેમને ત્યાંથી ખદેડતાં કેટલાક નાસવા માંડ્યા હતા અને એમાં કેટલાંક યુવક-યુવતીઓ પડી પણ ગયાં હતાં. જોકે સામે પક્ષે MNS દ્વારા એવો આક્ષેપ કરાયો હતો કે પોલીસે સખતાઈ વાપરી હતી અને કોઈ જરૂર નહોતી છતાં ઘણા બધા યુવાનોને તાબામાં લીધા હતા. MNSના નેતા સંદીપ દેશપાંડેએ કહ્યું હતું કે ‘યુવાનો શાંતિથી આંદોલન કરી રહ્યા હતા. નારાબાજી કરી રહ્યા હતા, પોલીસે તેમની સામે અૅક્શન લેવાનું કઈ કારણ નહોતું.’ પોલીસ આંદોલન કરી રહેલા યુવાનોને તાબામાં લઈ શિવાજી પાર્ક પોલીસ-સ્ટેશન લઈ ગઈ હતી. જોકે પાછળથી તેમને છોડી મુકાયા હતા.


Whatsapp-channel Whatsapp-channel

24 July, 2026 07:33 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK