બ્લેક ફ્રાઈડે સેલ ઑનલાઈન શૉપિંગનો સૌથી વ્યસ્તતમ સમય છે. એવામાં કર્મચારીઓના પ્રદર્શન થકી કંપનીના બિઝનેસ પર મોટી અસર પડી શકે છે.

એમેઝૉન (ફાઈલ તસવીર)
અમેરિકા (America), યૂરોપ(Europe), ઇન્ડિયા(India), જાપાન(Japan) અને ઑસ્ટ્રેલિયા(Australia) સહિત લગભગ 40 દેશોમાં ઇ-કૉમર્સ સાઈટ (E-Commerce Site Amazon) એમેઝૉનના કર્મચારી રસ્તા પર ઉતરવાની (Planning to Strike) યોજના ઘડી રહ્યા છે. આ લોકો પોતાની કંપની પાસેથી સારી સેલરી (Better Salary) અને કામ (Work) માટે સારા માહોલની માગ કરી રહ્યા છે. આ કર્મચારીઓનું કહેવું છે કે મોંધવારીને (Inflation) કારણે ખર્ચા વધ્યા (Expense) છે અને આથી વેતનમાન સારું થવું જોઈએ.
બ્લૂમબર્ગના રિપૉર્ટ મુજબ, આ બધા દેશમાં એમેઝૉનના હજારો કર્મચારી કંપનીના વેરહાઉસની બહાર બ્લેક ફ્રાઈડે સેલ દરમિયાન પ્રદર્શન કરશે. હકિકતે બ્લેક ફ્રાઈડે સેલ ઑનલાઈન શૉપિંગનો સૌથી વ્યસ્તતમ સમય છે. એવામાં કર્મચારીઓના પ્રદર્શન થકી કંપનીના બિઝનેસ પર મોટી અસર પડી શકે છે.
હડતાળથી પ્રભાવિત થશે પ્રૉડક્ટ્સની ડિલીવરી
આ વિરોધી અભિયાનના આયોજકોમાંના એક યૂએનઆઇ ગ્લોબલ યૂનિયનના મહાસચિવ ક્રિસ્ટી હૉફમેને કહ્યું, "એમેઝૉન માટે આ સમય છે કે તે પોતાની ખોટી અને અસુરક્ષિત પ્રથાઓ બંધ કરી દે, કાયદાનું સન્માન કરે અને પોતાના કામને બહેતર બનાવવાના ઇચ્છુક શ્રમિકો સાથે વાતચીત કરે."
ફ્રાન્સ અને જર્મનીની યૂનિયન પ્રમુથ યૂરોપીય બજારમાં શિપમેન્ટ અટકાવવાના ઉદ્દેશથી 18 પ્રમુખ વેરહાઉસ પર એક સાથે હડતાળ કરશે. એક કર્મચારીએ કહ્યું કે, એમેઝૉનના આ એલ્ગોરિદમની સાથે લોકો ખૂબ જ દબાણમાં છે. આ શ્રમિકોમાં ફેર નથી કરતા ભલે તે જૂના હોય કે નવા. રાતે કર્મચારી માત્ર પોતાની ઉત્પાદકતાના આંકડા વિશે વિચારતા જાગે છે.
આ પણ વાંચો : છટણી બદલ લેબર મંત્રાલયે ઍમેઝૉન ઇન્ડિયાને સમન્સ બજાવ્યા
અમેરિકામાં 10થી વધારે શહેરોમાં થશે પ્રદર્શન
અમેરિકામાં 10થી વધારે શહેરોમાં અને ન્યૂયૉર્કના 5મા એવેન્યૂ પર એક અપાર્ટમેન્ટ બ્લૉકની બહાર વિરોધ પ્રદર્શન અને રેલીઓ રહેશે. જ્યાં એમેઝૉનના સંસ્થાપક જેફ બેઝોસનું એક અપાર્ટમેન્ટ છે. ભારતમાં પણ અનેક રેલીઓની યોજના છે, જ્યારે જાપાનમાં, તાજેતરમાં બનાવવામાં આવેલ યૂનિયના સભ્યો ટોક્યોમાં કંપનીના રાષ્ટ્રીય મુખ્યાલયની સામે વિરોધ પ્રદર્શન કરશે.