માયામી શહેર જતી ફ્લાઇટ 3023માં શનિવારે બપોરે ૨.૪૫ વાગ્યે ટેક્નિકલ ખામી સર્જાઈ હતી અને એના ડાબા મુખ્ય લૅન્ડિંગ ગિઅરમાં આગ લાગી હતી.
અમેરિકામાં ટેકઑફ પહેલાં પ્લેનમાં આગ
શનિવારે ડેનવર ઇન્ટરનૅશનલ ઍરપોર્ટ પર અમેરિકન ઍરલાઇન્સના બોઇંગ 737 MAX 8 વિમાનમાં પ્રવાસ કરી રહેલા ૧૭૩ મુસાફરો અને છ ક્રૂ સભ્યોને બહાર કાઢવામાં આવ્યા હતા, કારણ કે એના લૅન્ડિંગ ગિઅરમાં ખામી સર્જાઈ હતી અને ધુમાડો નીકળ્યો હતો. માયામી શહેર જતી ફ્લાઇટ 3023માં શનિવારે બપોરે ૨.૪૫ વાગ્યે ટેક્નિકલ ખામી સર્જાઈ હતી અને એના ડાબા મુખ્ય લૅન્ડિંગ ગિઅરમાં આગ લાગી હતી.

ADVERTISEMENT
ફ્લાઇટ AA3023 ટેકઑફ પછી રનવે પર હતી ત્યારે આગ દેખાઈ હતી. વિમાનની નીચે ધુમાડો ફેલાતો હોવાથી મુસાફરો અને ક્રૂ સભ્યોને ઇમર્જન્સી સ્લાઇડ્સ દ્વારા સુરક્ષિત રીતે બહાર કાઢવામાં આવ્યા હતા. એક મુસાફરને નાની ઈજા થઈ હતી. આગને કારણે ઍરપોર્ટ થોડા સમય માટે બંધ કરવામાં આવ્યું હતું.
ઑનલાઇન ફરતા વિડિયોમાં મુસાફરો ગાઢ ધુમાડા વચ્ચે રનવે પર સ્લાઇડ પર સરકીને નીચે ઊતરતા દેખાય છે.


