અમેરિકન પ્રશાસને માત્ર ટૅરિફદર ૫૦ ટકાથી ઘટાડીને ૧૮ ટકા કર્યો નથી
ડોનલ્ડ ટ્રમ્પ
અમેરિકા સાથેની ટ્રેડ-ડીલમાં ભારતને નોંધપાત્ર રાહત મળી છે. અમેરિકન પ્રશાસને માત્ર ટૅરિફદર ૫૦ ટકાથી ઘટાડીને ૧૮ ટકા કર્યો નથી, પરંતુ રશિયાથી તેલની આયાત પર પેનલ્ટી તરીકે લાદવામાં આવેલી ૨૫ ટકા ટૅરિફને પણ ઊલટાવી દેવાનો નિર્ણય લીધો છે. આ નિર્ણયથી ભારતીય વ્યવસાયોને ૪૦,૦૦૦ કરોડ રૂપિયાની રાહત મળવાની અપેક્ષા છે. વાઇટ હાઉસ દ્વારા જાહેર કરાયેલી સત્તાવાર માહિતી અનુસાર ૨૦૨૫ની ૨૭ ઑગસ્ટ અને ૨૦૨૬ની ૬ ફેબ્રુઆરી વચ્ચે અમેરિકા દ્વારા કરવામાં આવેલી આયાત માટે રીફન્ડ જાહેર કરવામાં આવશે.
આ રીફન્ડ યુનાઇટેડ સ્ટેટ્સ કસ્ટમ્સ ઍન્ડ બૉર્ડર પ્રોટેક્શન ઍક્ટ હેઠળ જાહેર કરવામાં આવશે. ભારતીય એક્સપોર્ટરોને રીફન્ડની કેટલી રકમ પાછી મળશે એ હજી સુધી નક્કી નથી. રીફન્ડની રકમ અમેરિકન ઇમ્પોર્ટરને આપવામાં આવશે, જે પછી ભારતીય એક્સપોર્ટર સાથે રકમનું વિતરણ કરવા માટે વાટાઘાટો કરશે.


