Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > ઈન્ટરનેશનલ સમાચાર > આર્ટિકલ્સ > ઈરાનીઓ પાઇલટ સુધી પહોંચે નહીં એ માટે અમેરિકાએ રસ્તાઓ પર ૨૮ ખાડા પાડી દીધા

ઈરાનીઓ પાઇલટ સુધી પહોંચે નહીં એ માટે અમેરિકાએ રસ્તાઓ પર ૨૮ ખાડા પાડી દીધા

Published : 07 April, 2026 09:38 AM | IST | Iran
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

અમેરિકાએ એના પાઇલટને બચાવ્યો એ સાઇટની ઈરાનથી મળેલી સૅટેલાઇટ ઇમેજમાં મુખ્ય રસ્તાઓ પર લગભગ ૨૮ ખાડાઓ દેખાય છે

ઓસામા બિન લાદેન

ઓસામા બિન લાદેન


અમેરિકાએ એના પાઇલટને બચાવ્યો એ સાઇટની ઈરાનથી મળેલી સૅટેલાઇટ ઇમેજમાં મુખ્ય રસ્તાઓ પર લગભગ ૨૮ ખાડાઓ દેખાય છે. આ વિસ્તારમાં અમેરિકાએ તૂટી પડેલા F-15E ફાઇટર જેટમાંથી કૂદી પડેલા ક્રૂ-મેમ્બરને બચાવવા માટે એક મિશન હાથ ધર્યું હતું. દરેક ખાડો લગભગ ૯ મીટર પહોળો હોવાનો અંદાજ છે. એવું માનવામાં આવે છે કે આ બચાવસ્થળ સુધી ઈરાની દળો પહોંચે નહીં એ માટે અમેરિકાનો આ ગણતરીપૂર્વકનો પ્રયાસ છે.

આ ફોટોગ્રાફ દર્શાવે છે કે ૨૮ ખાડાઓમાં દરેક ખાડો લગભગ ૯ મીટર પહોળો હોવાનો અંદાજ છે જે રસ્તાઓની પહોળાઈને સંપૂર્ણપણે કાપી શકે એટલો મોટો છે જે ઇરાદાપૂર્વક અને ચોક્કસ લક્ષ્યાંક સૂચવે છે. એક પછી એક દેખાતા ખાડાઓ સાથે વિનાશની પૅટર્ન, ઍક્સેસ માર્ગોને અવરોધિત કરવા અને બચાવસ્થળ તરફ ઈરાની દળોને જતાં રોકવાનો ગણતરીપૂર્વકનો પ્રયાસ દર્શાવે છે.



ઓસામા બિન લાદેનનો ખાતમો બોલાવનારા નેવી સીલે ઈરાનમાંથી અમેરિકન પાઇલટને જીવતો બચાવી લીધા


ઈરાનમાં ફસાયેલા અમેરિકાના પાઇલટને નેવી સીલે એક ડેરિંગ ઑપરેશનમાં બચાવ્યો હતો. આ એ નેવી સીલ ટીમ હતી જેણે ૨૦૧૧માં પાકિસ્તાનના ઍબટાબાદમાં દુનિયાના મોસ્ટ વૉન્ટેડ આરોપી ઓસામા બિન લાદેનનો ખાતમો બોલાવ્યો હતો. 


Whatsapp-channel Whatsapp-channel

07 April, 2026 09:38 AM IST | Iran | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK