Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > ભારતમાં પ્રતિબંધિત જાતિવાદી શબ્દ જાહેરમાં બોલવા બદલ રાકેશ બેદીએ માગવી પડી માફી

ભારતમાં પ્રતિબંધિત જાતિવાદી શબ્દ જાહેરમાં બોલવા બદલ રાકેશ બેદીએ માગવી પડી માફી

Published : 07 April, 2026 11:11 AM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

આ વિવાદ વધતાં જ રાકેશ બેદીનો માફી માગતો વિડિયો ઑનલાઇન વાઇરલ થયો

રાકેશ બેદી

રાકેશ બેદી


‘ધુરંધર : ધ રિવેન્જ’માં જમીલ જમાલીનો રોલ કરીને ભારે લોકપ્રિયતા મેળવનાર રાકેશ બેદી વિવાદમાં સપડાયો છે. થોડા સમય પહેલાં રાકેશ બેદીએ ડૉ. બાબાસાહેબ આંબેડકર વિશે ચર્ચા કરતી વખતે ભારતમાં પ્રતિબંધિત જાતિવાદી શબ્દનો ઉપયોગ કર્યો હતો. આ મુદ્દાને લઈને થયેલી ટીકા બાદ તેણે જાહેરમાં માફી માગી છે. રાકેશ બેદીની એક જૂની વિડિયો-ક્લિપથી શરૂ થયેલો આ મામલો હવે નવા વિવાદમાં ફેરવાઈ ગયો છે.

આઝાદ સમાજ પાર્ટીના મુંબઈ પ્રદેશ અધ્યક્ષ કૈલાશ જયસ્વારે આ વિડિયો ઑનલાઇન શૅર કરતાં આ મામલો સામે આવ્યો. આ ક્લિપમાં રાકેશ બેદી ડૉ. આંબેડકરે પછાત વર્ગો માટે કરેલાં કાર્ય વિશે વાત કરતી વખતે ભારતમાં પ્રતિબંધિત જાતિવાદી  શબ્દનો ઉપયોગ કરતા સાંભળવામાં આવે છે. કૈલાશ જયસ્વારે રાકેશ બેદીની ટીકા કરી અને જણાવ્યું કે તેણે વ્યક્તિગત રીતે પણ રાકેશ બેદી સાથે વાત કરી અને જાહેરમાં માફી માગવા કહ્યું.



આ વિવાદ વધતાં જ રાકેશ બેદીનો માફી માગતો વિડિયો ઑનલાઇન વાઇરલ થયો. વિડિયોમાં રાકેશ બેદીએ જણાવ્યું કે તેને ખબર નહોતી કે આ શબ્દ પ્રતિબંધિત છે અને તેનો ઇરાદો સારો હતો અને કોઈને દુઃખ પહોંચાડવાનો નહોતો. રાકેશ બેદીએ વધુમાં કહ્યું, ‘જો મારા દ્વારા આ શબ્દના ઉપયોગથી કોઈ વ્યક્તિ કે સમાજને દુઃખ પહોંચ્યું હોય તો હું એના માટે માફી માગું છું. મેં જાણીજોઈને આવું કહ્યું નથી. મને ખબર નહોતી કે આ શબ્દ પ્રતિબંધિત છે.’


Whatsapp-channel Whatsapp-channel

07 April, 2026 11:11 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK