Air Canada Accident: હાદસા બાદ યુએસ ફેડરલ એવિએશન એડમિનિસ્ટ્રેશન (એફએએ) દ્વારા પેસેન્જર્સની સુરક્ષાના ભાગરૂપે એરપોર્ટ પરની તમામ ફ્લાઇટ્સ માટે `ગ્રાઉન્ડ સ્ટોપ` જારી કરવામાં આવ્યું હતું
ટક્કર બાદ પ્લૅનના આગળના ભાગને મોટા પ્રમાણમાં નુકસાન થયું હતું (તસવીર- પીટીઆઈ)
Air Canada Accident: ન્યુયોર્કના લાગાર્ડિયા એરપોર્ટ પર એર કેનેડા એક્સપ્રેસના પ્લૅનને અકસ્માત નડ્યો હોવાની માહિતી મળી રહી છે. પ્રાપ્ત અહેવાલો અનુસાર પ્લૅન એક એરક્રાફ્ટ રેસ્ક્યુ એન્ડ ફાયરફાઇટિંગ વ્હીકલ સાથે અથડાયું હતું. પોર્ટ ઓથોરીટીનું વ્હીકલ બીજી બાજુ જઈ રહ્યું હતું તે દરમિયાન બંને વાહનો ટકરાયાં હતાં. આ દુર્ઘટનામાં ૧૦૦થી પણ વધારે પેસેન્જર્સને ઇજાઓ થઈ હોવાની પ્રાથમિક માહિતી સામે આવી રહી છે. કેટલાક અહેવાલો સૂચવી રહ્યા છે કે આ એક્સિડન્ટમાં પ્લૅનના પાઇલટનું અને કો-પાઇટલનું મોત નીપજ્યું છે. આ હાદસા બાદ યુએસ ફેડરલ એવિએશન એડમિનિસ્ટ્રેશન (એફએએ) દ્વારા પેસેન્જર્સની સુરક્ષાના ભાગરૂપે એરપોર્ટ પરની તમામ ફ્લાઇટ્સ માટે `ગ્રાઉન્ડ સ્ટોપ` જારી કરવામાં આવ્યું હતું. તમામ ફ્લાઇટ્સ પણ રદ કરી દેવમાં આવી હતી.
૭૨ પૅસેન્જર્સ હતા પ્લૅનમાં
ADVERTISEMENT
એર કેનેડા એક્સપ્રેસ તરીકે કામ કરતી જાઝ એવિએશને જણાવ્યું કે તેમનું એક પ્લૅન મોડી રાત્રે લાગાર્ડિયા એરપોર્ટ પર બનેલ હાદસા (Air Canada Accident)માં ભોગ બન્યું હતું. મોન્ટ્રીયલથી લાગાર્ડિયા તરફ જઈ રહેલ ફ્લાઇટ CRJ-900માં ૭૨ જેટલા પેસેન્જર્સ અને ચાર ક્રૂ મેમ્બર્સ મુસાફરી કરી રહ્યા હતા. ફ્લાઇટ-ટ્રેકિંગ સાઇટ `ફ્લાઇટ રડાર ૨૪`ના અહેવાલ પ્રમાણે ફ્લાઇટ ૨૪ માઈલ પ્રતિ કલાક એટલે કે ૩૯ કિમી પ્રતિ કલાકની સ્પીડ સાથે અન્ય વેહિકલ સાથે અથડાયું હતું.
વાઇરલ વિડીયો જ કહી આપે છે કે આ એક્સિડન્ટ કેટલો ભયાવહ હતો
View this post on Instagram
આ એક્સિડન્ટની પ્રાથમિક તપાસમાંન જાણવા મળ્યું છે કે એર ટ્રાફિક કંટ્રોલર દ્વારા વારંવાર વિમાનના પાયલટ (Air Canada Accident) અને રેસ્ક્યૂ વ્હીકલના ડ્રાઈવરને ટક્કર થાય તે પહેલાં ચેતવ્યા હતા. પરંતુ બંનેમાંથી કોઈ આ પરિસ્થિતિને કંટ્રોલ કરી શક્યું નહીં. સોશિયલ મીડિયા પર આ ઘટનાનો વિડીયો પણ વાઇરલ થયો છે જેમાં પ્લૅનનો આગળનો હિસ્સો ટક્કર બાદ અદ્ધર થઈ ગયેલો જોઈ શકાય છે. આના પરથી બંને વાહનોની ટક્કરની તીવ્રતાનો અંદાજ લગાવી શકાય છે.
ન્યૂ યોર્ક પોસ્ટના રિપોર્ટ અનુસાર ન્યૂ યોર્ક ફાયર ડિપાર્ટમેન્ટે જણાવ્યું છે કે હા હાદસામાં કમસેકમ પાંચ ફાયર ફાઇટર્સને ગંભીર ઇજાઓ થઈ છે. આ એક્સિડન્ટમાં ૧૦૦થી વધુ પેસેન્જર્સ ઘાયલ થયા છે. હાલમાં એરક્રાફ્ટ રેસ્ક્યુ એન્ડ ફાયર ફાઇટિંગ (એઆરએફએફ)ની ટીમો ઘટનાસ્થળે પહોંચી ગઈ છે અને બચાવ કામગીરી હાથ ધરવામાં આવી છે. ઇમરજન્સી સમયે મદદ કવા કર્મચારીઓ ઘટનાસ્થળે હાજર થઈ ગયા હતા અને બચાવ કામગીરી શરૂ કરવામાં આવી હતી. આ ભીષણ હાદસાની તસવીરો અને વિડિયોઝ સોશિયલ મીડિયા પર શેર કરવામાં આવ્યા છે. જે પ્રમાણે પ્લૅનનો આગળનો ભાગ નુકસાન પામ્યો છે એ જોતાં આ ટક્કર બહુ જ ભીષણ (Air Canada Accident) હોવાનો અંદાજ આવી જાય છે.
