Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > ગુજરાત સમાચાર > આર્ટિકલ્સ > પશ્ચિમ બંગાળમાં ૨૯૪માંથી ૨૦૧૬માં ૩ અને ૨૦૨૧માં ૭૭ બેઠકો જીતનારી BJP આ વખતે ૧૪૮ બેઠકનો મૅજિક નંબર મેળવી શકશે?

પશ્ચિમ બંગાળમાં ૨૯૪માંથી ૨૦૧૬માં ૩ અને ૨૦૨૧માં ૭૭ બેઠકો જીતનારી BJP આ વખતે ૧૪૮ બેઠકનો મૅજિક નંબર મેળવી શકશે?

Published : 04 May, 2026 07:09 AM | IST | West Bengal
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

આજે તામિલનાડુ, કેરલમ, આસામ અને પૉન્ડિચેરીની ચૂંટણીનાં પરિણામ પણ આવવાનાં છે; પરંતુ આખા દેશની નજર પશ્ચિમ બંગાળનો ગઢ કોણ સર કરશે એના પર છે

નરેન્દ્ર મોદી અને મમતા બેનરજી

નરેન્દ્ર મોદી અને મમતા બેનરજી


પશ્ચિમ બંગાળમાં ૨૯૪માંથી ૨૦૧૬માં ૩ અને ૨૦૨૧માં ૭૭ બેઠકો જીતનારી BJP આ વખતે ૧૪૮ બેઠકનો મૅજિક નંબર મેળવી શકશે?

પશ્ચિમ બંગાળમાં છેલ્લાં ૧૫ વર્ષથી મમતા બૅનરજીના નેતૃત્વમાં તૃણમૂલ કૉન્ગ્રેસ (TMC)ની સરકાર છે. જોકે છેલ્લાં ૧૦ વર્ષથી BJP પશ્ચિમ બંગાળમાં ભગવો લહેરાવવા મથે છે. BJP ધીમે-ધીમે પશ્ચિમ બંગાળમાં જે રીતે લોકપ્રિયતા મેળવી રહી છે એને જ કારણે ૨૦૨૬ની વિધાનસભાની ચૂંટણીમાં જબરદસ્ત ગરમાટો આવી ગયો હતો. 



આંકડાઓ જોઈએ તો ૨૦૧૬માં BJPને માત્ર ૩ બેઠક મળી હતી, જ્યારે TMC ૨૧૧ બેઠકો સાથે મજબૂત સ્થિતિમાં હતી. ૨૦૨૧ની ચૂંટણીમાં તમામ એક્ઝિટ પોલ BJPતરફી હોવા છતાં BJP માત્ર ૭૭ બેઠકો મેળવી શકી હતી અને TMCએ ૨૧૫ બેઠકો સાથે સ્પષ્ટ બહુમત હાંસલ કરી લીધેલો. જોકે પાર્ટીને જીત અપાવનારાં મમતા બૅનરજી ખુદ પોતાની નંદીગ્રામની બેઠક પરથી હારી ગયાં હતાં. તેમને હરાવનાર પણ TMCમાંથી છૂટા પડેલા BJPના નેતા સુવેન્દુ અધિકારી હતા. એ પછી પેટાચૂંટણીમાં ભવાનીપુરથી જીતીને તેઓ મુખ્ય પ્રધાન બન્યાં હતાં. 


હવે આ વખતની ચૂંટણીમાં BJP અને TMC વચ્ચે કાંટાની ટક્કર છે. મોટા ભાગના એક્ઝિટ પોલ BJPને ફેવરિટ માની રહ્યા છે ત્યારે આજે ૧૨ વાગ્યા સુધીમાં કોણ કેટલા પાણીમાં છે એ સ્પષ્ટ થઈ જશે. 

રાજસ્થાનના ફલોદીના સટ્ટાબજારમાં BJP ફેવરિટ- ઇન્ટરનૅશનલ આૅનલાઇન સટ્ટાબજારમાં પાંચ રાજ્યની ચૂંટણી પર ૨૪૭ કરોડનો દાવ


Whatsapp-channel Whatsapp-channel

04 May, 2026 07:09 AM IST | West Bengal | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK