Gujarati Mid-day
Happiest Places to Work

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > ગુજરાત સમાચાર > આર્ટિકલ્સ > દક્ષિણ ગુજરાત પર મેઘો મહેરબાન થયો

દક્ષિણ ગુજરાત પર મેઘો મહેરબાન થયો

Published : 06 July, 2024 07:14 AM | IST | Ahmedabad
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

સુરતના ઉમરપાડા અને નવસારીના વાંસદામાં ચાર ઇંચથી વધુ વરસાદ પડ્યો: સુરત જિલ્લાના માંડવી તાલુકામાં ગોળધા ડૅમ ઓવરફ્લો થયોઃ દક્ષિણ ગુજરાતમાં કેટલાક લો લેવલ બ્રિજ પર નદીઓનાં પાણી ફરી વળતાં વાહનચાલકો માટે બ્રિજ બંધ કરવામાં આવ્યા

ગુજરાતના રમણીય વિસ્તાર ડાંગમાં વરસાદના પગલે ખેડૂતોએ વાવણીની શરૂઆત કરી હતી.

ગુજરાતના રમણીય વિસ્તાર ડાંગમાં વરસાદના પગલે ખેડૂતોએ વાવણીની શરૂઆત કરી હતી.


છેલ્લા કેટલાક દિવસોથી ગુજરાતમાં મેઘમહેર થઈ રહી છે ત્યારે ગઈ કાલે દક્ષિણ ગુજરાત પર મેઘો મહેરબાન થયો હતો. સુરતના ઉમરપાડા અને નવસારીના વાંસદામાં ચાર ઇંચથી વધુ વરસાદ પડ્યો હતો, જ્યારે સુરત જિલ્લાના માંડવી તાલુકામાં ગોળધા ડૅમ ઓવરફ્લો થતાં હેઠવાસનાં ગામોને તંત્ર દ્વારા અલર્ટ કરવામાં આવ્યાં હતાં.


ગઈ કાલે દક્ષિણ ગુજરાતના વલસાડના કપરાડા અને નવસારીના ખેરગામમાં સાડાત્રણ ઇંચથી વધુ, તાપીના ડોલવણ, નર્મદાના તિલકવાડા અને દેડિયાપાડા અને સુરતના કામરેજમાં સવાત્રણ ઇંચથી વધુ, સુરતના બારડોલીમાં અઢી ઇંચથી વધુ, તાપીના વાલોડ અને વ્યારા, સુરતના મહુવા, ડાંગના વઘઈમાં સવાબે ઇંચ, ભરૂચના નેત્રંગ, નવસારીના ચીખલી, સુરતના માંગરોળમાં અને સુરત શહેર તેમ જ નવસારી શહેરમાં બે ઇંચથી વધુ વરસાદ પડ્યો હતો. આ ઉપરાંત સૌરાષ્ટ્રના ભાવનગરના વલભીપુરમાં અઢી ઇંચ અને ઉમરાળામાં બે ઇંચથી વધુ વરસાદ પડ્યો હતો. ભારે વરસાદના કારણે સુરતના માંડવી તાલુકામાં આવેલા દેવગઢ પાસે વારેહ નદીનાં પાણી લો લેવલ બ્રિજ પર ફરી વળતાં વાહનચાલકોની સલામતી માટે બ્રિજ બંધ કરવામાં આવ્યો હતો. એવી જ રીતે વલસાડના કપરાડામાં કોલક નદીમાં પાણી આવતાં જીરવલ અને બુરલા ગામને જોડતા લો લેવલ બ્રિજ નદીના પાણીમાં ગરક થઈ જતાં આ બ્રિજ વાહનચાલકોની સલામતીનાં કારણોથી બંધ કરવામાં આવ્યો હતો.



ગુજરાતમાં ગઈ કાલે સાંજે ૬ વાગ્યા સુધીમાં સુરેન્દ્રનગર, નર્મદા, ખેડા, વડોદરા, છોટાઉદેપુર સહિતના અન્ય ‌જિલ્લાઓના ૧૧૯ તાલુકાઓમાં હળવોથી મધ્યમ વરસાદ પડ્યો હતો, જેમાં ૪૧ તાલુકાઓમાં એકથી ચાર ઇંચ સુધીનો વરસાદ પડ્યો હતો.


Whatsapp-channel Whatsapp-channel

06 July, 2024 07:14 AM IST | Ahmedabad | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK