Gujarati Mid-day
Happiest Places to Work

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > ગુજરાત સમાચાર > આર્ટિકલ્સ > વિશ્વમાં સૌ પ્રથમ વખત સુરતની સંસ્થાએ દુબઈમાં યોજ્યો દીકરા-દીકરીના એંગેજમેન્ટ મેરેજ માટે માર્ગદર્શન સેમિનાર

વિશ્વમાં સૌ પ્રથમ વખત સુરતની સંસ્થાએ દુબઈમાં યોજ્યો દીકરા-દીકરીના એંગેજમેન્ટ મેરેજ માટે માર્ગદર્શન સેમિનાર

Published : 12 March, 2024 06:58 PM | Modified : 12 March, 2024 07:07 PM | IST | Surat
Partnered Content

આગામી સમયમાં દુબઈમાં 51 સગાઈ અને લગ્ન કરવા માટેનો સંકલ્પ લીધો છે જે ટૂંક સમયમાં પૂરો સાકાર પણ થશે

વિશ્વમાં સૌ પ્રથમ વખત સુરતની સંસ્થાએ દુબઈમાં યોજ્યો દીકરા-દીકરીના એંગેજમેન્ટ મેરેજ માટે માર્ગદર્શન સેમિનાર

વિશ્વમાં સૌ પ્રથમ વખત સુરતની સંસ્થાએ દુબઈમાં યોજ્યો દીકરા-દીકરીના એંગેજમેન્ટ મેરેજ માટે માર્ગદર્શન સેમિનાર


લાઈફ લાઈન યુનાઈટેડ ફાઉન્ડેશન - સુરત છેલ્લા 15 વર્ષથી ગુજરાતમાં અલગ અલગ સેવા પ્રવૃત્તિ કરી રહી છે હાલ ના સમય માં દીકરા દિકરીના સગપણ વેવિશાળ અને લગ્ન જેવા અઘરા અને ચિંતા યુક્ત સામાજીક કાર્ય ને સેવાના ભાવ થી નવી પધ્ધતિસર સહેલું સરળ તેમજ એકદમ ચિંતા થી મુક્ત કરવા છેલ્લા પાંચ વર્ષથી સફળતા પૂર્વક ચાલી રહેલી દીકરી દત્તક યોજના એટલે કે સગાઈ અને લગ્નની નવી પદ્ધતિ ગુજરાતમાં સારી રીતે ચાલી રહી છે અને વિશ્વના અનેક દેશોમાં પણ સુરત થી કાર્ય થઈ રહ્યું છે  લાઈફ લાઈન યુનાઈટેડ ફાઉન્ડેશન સુરતની સંસ્થાએ વિશ્વમાં સૌ પ્રથમ વાર દુબઈ માં કર્યો એંગેજમેન્ટ મેગા સેમિનાર તા - 27/2/24 મંગળવાર સાંજે 5.30 કલાક અલ ખૂરી સ્કાય ગાર્ડન હોટેલ દુબઈ ( Al Khoory Sky Garden Hotel Dubai ) ખાતે કરવામાં આવ્યું હતું જેમાં દુબઈમાં રહેતા ગુજરાતી દિકરા દિકરી ઓએ મોટી સંખ્યા માં ભાગ લીધો હતો.

આગામી સમયમાં દુબઈમાં 51 સગાઈ અને લગ્ન કરવા માટેનો સંકલ્પ લીધો છે જે ટૂંક સમયમાં પૂરો સાકાર પણ થશે.



દુબઈ પોલીસ દ્વારા વિશેષ એવોર્ડ એનાયત કરી સંસ્થાને સન્માનીત કરવામાં આવી હતી તેથી સંસ્થાના આ વિશ્વવ્યાપી શુભારંભથી જ વિદેશો માં પણ સંસ્થાના સેવાકાર્ય ને પ્રોત્સાહન મળી રહ્યું છે. 


સંસ્થાના પ્રમુખશ્રી ઘનશ્યામભાઈ ઇટાલિયા અને ઉપપ્રમુખશ્રી નીતાબેન નારિયા એ જણાવ્યું હતું કે આવનાર સમયમાં અમો યું.કે. ખાતે સેમીનાર કરવા જઈ રહ્યાં છીએ ગર્વની લાગણી અનુભવીએ છીએ.


Whatsapp-channel Whatsapp-channel

12 March, 2024 07:07 PM IST | Surat | Partnered Content

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK