વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ શ્રી ખોડલધામ ટ્રસ્ટની કૅન્સરની હૉસ્પિટલના શિલારોપણવિધિ સમારોહને વર્ચ્યુઅલ સંબોધન કરતાં દેશવાસીઓ માટે નવ આગ્રહ ફરીથી દોહરાવ્યા હતા
શ્રી ખોડલધામ ટ્રસ્ટની કૅન્સરની હૉસ્પિટલ
અમદાવાદ : વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ શ્રી ખોડલધામ ટ્રસ્ટની કૅન્સરની હૉસ્પિટલના શિલારોપણવિધિ સમારોહને વર્ચ્યુઅલ સંબોધન કરતાં દેશવાસીઓ માટે નવ આગ્રહ ફરીથી દોહરાવ્યા હતા, જે તેમણે નૂતન વર્ષ નિમિત્તે પોતાના સંસદીય ક્ષેત્ર કાશીથી કર્યા હતા.
તેમણે પાણીના એક–એક ટીપાને બચાવવા, જળ સંરક્ષણ પરત્વે જાગૃતિ વધારવા, ગામેગામ જઈને લોકોને ડિજિટલ ચુકવણી બાબતે પ્રોત્સાહિત કરવા, પોતાના ગામ, મહોલ્લા અને શહેરને સ્વચ્છતા બાબતે પ્રથમ ક્રમે લાવવા કામ કરવા, સ્થાનિક ઉત્પાદનોને પ્રોત્સાહન આપવા, શક્ય હોય ત્યાં સુધી મેડ ઇન ઇન્ડિયાનાં ઉત્પાદનોનો ઉપયોગ કરવા, દેશમાં હરોફરો અને સ્થાનિક પર્યટનને પ્રોત્સાહન આપવા, પ્રાકૃતિક ખેતી બાબતે ખેડૂતોને મહત્તમ જાગ્રત કરવા, શ્રી અન્નને રોજિંદા ભોજનમાં સામેલ કરવા, ફિટનેસ અર્થાત્ યોગ અથવા રમતને જીવનનો હિસ્સો બનાવવા અને ડ્રગ તથા કોઈ પણ પ્રકારના વ્યસનથી દૂર રહેવાનો આગ્રહ રાખ્યો છે.


