હનુમાનદાદાને બાજરી, મકાઈ, જુવાર સહિતના ધાનના રોટલા તેમ જ કેરી, ગાજર, લીંબુ, ગૂંદાં, લાલ-લીલાં મરચાં, મેથી, ચણા સહિતનાં વિવિધ અથાણાંનો અન્નકૂટ ધરાવાયો હતો

સાળંગપુરમાં હનુમાનદાદાને અન્નકૂટ ધરાવાયો
ગુજરાતમાં આવેલા વિશ્વપ્રસિદ્ધ યાત્રાધામ સાળંગપુરમાં શ્રીકષ્ટભંજનદેવ હનુમાન મંદિરમાં ગઈ કાલે હનુમાનદાદાને કુદરતી સૌંદર્યનો શણગાર કરવામાં આવ્યો હતો. હનુમાનદાદાને વિવિધ પ્રકારના રોટલા અને જાતભાતનાં અથાણાંનો અન્નકૂટ ધરાવાયો હતો. હનુમાનદાદાને બાજરી, મકાઈ, જુવાર સહિતના ધાનના રોટલા તેમ જ કેરી, ગાજર, લીંબુ, ગૂંદાં, લાલ-લીલાં મરચાં, મેથી, ચણા સહિતનાં વિવિધ અથાણાંનો અન્નકૂટ ધરાવાયો હતો. મંદિરમાં સવારે મંગળા આરતી, શણગાર આરતી અને અન્નકૂટ આરતી થઈ હતી. મંદિરમાં આવેલા ભાવિકોએ હનુમાનદાદાનાં દર્શન કરવાની સાથે રોટલા-અથાણાંનો રસથાળ જોઈને ‘રસદર્શન’ કર્યાં હતાં.