° °

આજનું ઇ-પેપર
Thursday, 23 March, 2023


અંબાજીના પ્રસાદ પછી પાવાગઢમાં શ્રીફળનો વિવાદ

15 March, 2023 10:59 AM IST | Ahmedabad
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

પાવાગઢ મંદિરના સત્તાવાળાઓએ ગઈ કાલે મીડિયાને કહ્યું હતું કે ‘ગંદકી દૂર કરી સ્વચ્છતા જાળવવા માટેનો નિર્ણય અમે કર્યો છે

પ્રતીકાત્મક તસવીર (સૌજન્ય આઇસ્ટૉક)

પ્રતીકાત્મક તસવીર (સૌજન્ય આઇસ્ટૉક)

અમદાવાદ : વિશ્વપ્રસિદ્ધ યાત્રાધામ અને શક્તિપીઠ અંબાજીમાં પ્રસાદના વિવાદ પછી હવે ગુજરાતમાં આવેલા બીજા શક્તિપીઠ પાવાગઢમાં શ્રીફળનો વિવાદ થયો છે. ભાવિકો હવેથી પાવાગઢમાં ઉપર છોલેલું નારિયેળ નહીં લઈ જઈ શકે એવો નિર્ણય મંદિરના સત્તાવાળાઓએ કર્યો છે. પાવાગઢ મંદિરના સત્તાવાળાઓએ ગઈ કાલે મીડિયાને કહ્યું હતું કે ‘ગંદકી દૂર કરી સ્વચ્છતા જાળવવા માટેનો નિર્ણય અમે કર્યો છે. જે લોકો પાવાગઢમાં ઉપર નારિયેળ લઈને આવે છે તેમણે છોલેલું નારિયેળ નહીં લાવવાનું. એની સામે બે સજેશન કરીએ છીએ કે તમે ચુંદડી અને શ્રીફળ લઈ આવો છો એ શ્રીફળ ચુંદડીમાં ઘરે લઈ જઈને પૂજામાં મૂકી શકો છો અથવા પાણિયારે વધેરી શકો છો. છતાં એમ લાગતું હોય તો દૂધિયા તળાવને બદલે માચી ખાતે ઑફિસ બનાવી છે ત્યાં માતાજીને ધરાવેલું શ્રીફળ સ્વીકારી લઈશું.’

15 March, 2023 10:59 AM IST | Ahmedabad | Gujarati Mid-day Correspondent

અન્ય લેખો

ગુજરાત સમાચાર

ચૈત્ર નવરાત્રિના આરંભે મંદિરોમાં માઈભક્તોનો સૈલાબ ઊમટ્યો

અંબાજી, બહુચરાજી, પાવાગઢ, ચોટીલા, અમદાવાદ સહિતનાં સ્થળોએ આવેલાં માતાજીનાં મંદિરોમાં દર્શન કરવા ભાવિકો ઊમટ્યા, ઘટસ્થાપન સાથે શક્તિની ભક્તિની ઉપાસના શરૂ કરી માઈભક્તોએ

23 March, 2023 10:46 IST | Ahmedabad | Gujarati Mid-day Correspondent
ગુજરાત સમાચાર

ઉનાળામાં કમોસમી વરસાદે ધામા નાખ્યા ગુજરાતમાં : ઉનાળો છે કે પછી ચોમાસું?

સાંજે છ વાગ્યા સુધીમાં રાજકોટમાં સવા ઇંચ, અંજારમાં એક ઇંચ, નખત્રાણા અને જૂનાગઢમાં અડધા ઇંચ જેટલો કમોસમી વરસાદ પડ્યો : સૌરાષ્ટ્રના કેટલાક માર્કેટ યાર્ડમાં ખેતપેદાશ પલળી ગઈ , ખેડૂતોની ચિંતા વધી ગઈ

23 March, 2023 10:35 IST | Ahmedabad | Shailesh Nayak
ગુજરાત સમાચાર

પાવાગઢના મહાકાળી માના મંદિરમાં પહેલી વાર ભાવિકો કરશે પાદુકા પૂજન

આજથી ચૈત્રી નવરાત્રિનો પ્રારંભ : અંબાજી, પાવાગઢ, બહુચરાજી સહિત માતાજીનાં મંદિરોમાં ભક્તિભાવ સાથે ઊજવાશે નવરાત્રિ મહોત્સવ

22 March, 2023 11:31 IST | Ahmedabad | Shailesh Nayak

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK