શક્તિસિંહ ગોહિલ ગુજરાત પ્રદેશ કૉન્ગ્રેસના નવા અધ્યક્ષ તરીકે નિમાયા
ગુજરાત પ્રદેશ કૉન્ગ્રેસના નવા અધ્યક્ષ તરીકે નિમાયેલા રાજ્યસભાના સભ્ય શક્તિસિંહ ગોહિલે ગઈ કાલે ચાર્જ સંભાળતાં પહેલાં અમદાવાદમાં સાબરમતી આશ્રમમાં મહાત્મા ગાંધીને હાર પહેરાવીને તેમને વંદન કર્યાં હતાં.
સૌપ્રથમ બાપુને નમન
ગુજરાત પ્રદેશ કૉન્ગ્રેસના નવા અધ્યક્ષ તરીકે નિમાયેલા રાજ્યસભાના સભ્ય શક્તિસિંહ ગોહિલે ગઈ કાલે ચાર્જ સંભાળતાં પહેલાં અમદાવાદમાં સાબરમતી આશ્રમમાં મહાત્મા ગાંધીને હાર પહેરાવીને તેમને વંદન કર્યાં હતાં.
ADVERTISEMENT
ગાંધી પીસ પ્રાઇઝ માટે ગીતા પ્રેસની પસંદગી
વર્ષ ૨૦૨૧ માટેનો ગાંધી પીસ પ્રાઇઝ ગીતા પ્રેસ, ગોરખપુરને એનાયત કરાવામાં આવશે. સાંસ્કૃતિક બાબતોના મંત્રાલયે ગઈ કાલે એક સ્ટેટમેન્ટમાં આ જાહેર કર્યું હતું. ૧૯૨૩માં સ્થાપવામાં આવેલું ગીતા પ્રેસ દુનિયામાં સૌથી વિશાળ પબ્લિશર્સમાં સામેલ છે. ગીતા પ્રેસે ૧૬.૨૧ કરોડ શ્રીમદ્ ભગવદ ગીતા સહિત ૧૪ ભાષાઓમાં ૪૧.૭ કરોડ બુક્સ પ્રકાશિત કરી છે. સાંસ્કૃતિક બાબતોના મંત્રાલયે જણાવ્યું હતું કે ગાંધી પીસ પ્રાઇઝ માટેની પીએમ મોદીની અધ્યક્ષતામાં જ્યુરીએ સર્વાનુમતે ગીતા પ્રેસની પસંદગી કરી હતી.
તપસ યુએવીની ઉડાન સફળ રહી
ઘરઆંગણે વિકસાવવામાં આવેલા તપસ યુએવીએ એક ખાસ સિદ્ધિ મેળવી છે. ડીઆરડીઓ (ડિફેન્સ રિસર્ચ ડેવલપમેન્ટ ઑર્ગેનાઇઝેશન) અને ઇન્ડિયન નેવીએ ગ્રાઉન્ડ સ્ટેશનથી આ યુએવીની કમાન્ડ અને કન્ટ્રોલ ક્ષમતાઓ આઇએનએસ સુભદ્રાને ટ્રાન્સફર કરવાનું સફળતાપૂર્વક ડેમોન્સ્ટ્રેશન કર્યું હતું. આઇએનએસ સુભદ્રાએ ૪૦ મિનિટ સુધી આ યુએવીને કન્ટ્રોલ કર્યું હતું.


