Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > ગુજરાત સમાચાર > આર્ટિકલ્સ > ગુજરાતની ચૂંટણીમાં કોંગ્રેસની ગોલમાલ, રિપોર્ટમાં ટિકિટો વેચવા સહિતના અનેક ખુલાસા

ગુજરાતની ચૂંટણીમાં કોંગ્રેસની ગોલમાલ, રિપોર્ટમાં ટિકિટો વેચવા સહિતના અનેક ખુલાસા

08 June, 2023 02:06 PM IST | Ahmedabad
Gujarati Mid-day Online Correspondent | gmddigital@mid-day.com

વિધાનસભાની 2022ની ચૂંટણી (Assembly Election 2022)ને લઈ એક મોટો ખુલાસો થયો છે. વિધાનસભા ચૂંટણીમાં કોંગ્રેસ (Gujarat Congress)ને લઈ જે વાત બહાર આવી છે તેનાથી રાજકારણમાં ખળભળાટ મચી ગયો છે.

કોંગ્રેસ પાર્ટી લોગો

ઘટસ્ફોટ માહિતી

કોંગ્રેસ પાર્ટી લોગો


વિધાનસભાની 2022ની ચૂંટણી (Assembly Election 2022)ને લઈ એક મોટો ખુલાસો થયો છે. વિધાનસભા ચૂંટણીમાં કોંગ્રેસ (Gujarat Congress)ને લઈ જે વાત બહાર આવી છે તેનાથી રાજકારણમાં ખળભળાટ મચી ગયો છે. કોંગ્રેસની સત્ય શોધક કમિટીના રિપોર્ટમાં એવો ઘટસ્ફોટ થયો છે કે ગુજરાત કોંગ્રેસ (Gujarat Congress)ના કેટલાક નેતાઓએ ટિકિટનો વેપલો હતો. કોંગ્રેસની ફેકટ ફાઈડિંગ કમિટીએ હાઈકમાન્ડને સોંપેલા રિપોર્ટમાં કોંગ્રેસ હાઈ કમાન્ડ દ્વારા મંજૂર કરેલા ઉમેદવારોનો ગુજરાતના નેતાઓએ સોદો કર્યો હોવાનો ખુલાસો થયો છે. 

ગુજરાતમાં કોંગ્રેસ (Gujarat Congress)ની પડતી વચ્ચે મહત્વના સમાચાર સામે આવ્યા છે. વર્ષ 2022માં થયેલી વિધાનસભા ચૂંટણીમાં કોંગ્રેસની હાર અને નજીવી જીત બાદ કોંગ્રેસમાં આંતરિક મતભેદ ઊભો થયો હતો. એવામાં હવે કોંગ્રેસની ફેકટ ફાઈડિંગ કમિટી (સત્ય શોધક કમિટી) દ્વારા જાહેર કરાયેલા રિપોર્ટેને જોતા કોંગ્રેસ (Gujarat Congress)ના પ્રદેશ નેતાઓ સામે પ્રશ્નો ઉઠી રહ્યા છે. 



વિધાનસભા ચૂંટણીમાં 35 બેઠકો પર ગોલમાલ


વર્ષ 2022માં યોજાયેલ વિધાનસભાની ચૂંટણીમાં કોંગ્રેસ (Gujarat Congress) પાર્ટી હાઇ કમાન્ડ દ્વારા ઉમેદવારોને મેદાનમાં ઉતારવામાં આવ્યા હતાં.  જોકે ગુજરાત કોંગ્રેસ (Gujarat Congress)ના કેટલાક નેતાઓએ 35 બેઠકો પર ગોલમાલ કરી હોવાનું સામે આવ્યું છે. કોંગ્રેસની ફેકટ ફાઈડિંગ કમિટી (સત્ય શોધક કમિટી)ના રિપોર્ટમાં કોંગી નેતાઓએ 35 બેઠકો વેચી ખાધી હોવાનો ઉલ્લેખ થતાં હડકંપ મચી ગયો છે. રિપોર્ટમાં ઘટસ્ફોટ થયો છે કે 35 ઉમેદવારો પાસેથી પૈસા લઈને ટિકિટ આપવામાં આવી હતી. 

આ પણ વાંચો: Election Result:કેસરિયા તેરા ઈશ્ક હૈ દિખા...ક્યાંક ઠુમકા તો ક્યાંક ફટાકડથી જશ્ન


આ ઉપરાંત રિપોર્ટમાં એ પણ સામે આવ્યું છે કે વિધાનસભાની ચૂંટણી 2022માં દિલ્હીથી નક્કી થયેલા ઉમેદવારો ગુજરાતના કેટલાક નેતાઓએ બદલી નાખ્યાં હતાં. જેમાં ગુજરાત કોંગ્રેસ (Gujarat Congress)ના કેટલાક નેતાઓ પોતાના હાઈ કમાન્ડને પાણ ઓવરટેક કર્યા હોવાનું સામે આવ્યું છે તો બીજી બાજુ ઉમેદવારોની પસંદગીમાં વ્હાલા દવલાની નીતિ જોવા મળી હોવાનો રિપોર્ટમાં ઉલ્લેખ છે.  ફેકટ ફાઈન્ડિંગ કમિટીના રિપોર્ટમાં એ પણ જણવા મળ્યું છે કે વિધાનસભાની ચૂંટણી 2022માં ગુજરાતમાં કોંગ્રેસ હારી તે એક ષડ્યંત્ર છે. ગુજરાતમાં કોંગ્રેસ (Gujarat Congress)ને ખતમ કરવા માટેનું એક કાવતરું હોવાનો ખુલાસો થતાં ખળભળાટ મચી ગયો છે.  

આટલું જ નહીં રિપોર્ટમાં એ પણ ખુલાસો થયો છે કે ટિકિટ વહેંચણીમાં સામાજિક સમીકરણ અને ભૌગોલિક સમીકરણનો અભાવ જોવા મળ્યો. આ તરફ હવે કોંગ્રેસની ફેકટ ફાઈડિંગ કમિટી (સત્ય શોધક કમિટી)એ  ગુજરાત કોંગ્રેસના પ્રભારી અને પ્રમુખ બદલવાની ભલામણ કરી છે.તો બીજી બાજુ રિપોર્ટ બાદ ગુજરાત કોંગ્રેસમાં ફેરફાર થવાની શક્યતાઓ વધી ગઈ છે. ગુજરાત કોંગ્રેસ(Gujarat Congress)ના નેતાઓ સાથે દિલ્હી કોંગ્રેસ હાઇકમાન્ડ બેઠક કરી શકે છે. જેમાં કોંગ્રેસના સિનિયર નેતાઓ મલ્લિકાર્જૂન ખડગે પણ હાજર રહેશે.  

આ પણ વાંચો: બીજેપીએ કેવી રીતે પાર પાડી અગ્નિપરીક્ષા?

આ નેતાઓને હાઇકમાન્ડનું તેડું ?  

ગુજરાત કોંગ્રેસ(Gujarat Congress)ના નેતાઓને દિલ્હી કોંગ્રેસ હાઇકમાન્ડનું તેડું આવ્યું છે. જેમાં શક્તિસિંહ ગોહિલ, તુષાર ચૌધરી, જગદીશ ઠાકોર, અમિત ચાવડા, દિપક બાબરીયા, અર્જુન મોઢવાડીયા અને શૈલેષ પરમાર સહિતના નેતાઓના નામ છે. 

Whatsapp-channel Whatsapp-channel

08 June, 2023 02:06 PM IST | Ahmedabad | Gujarati Mid-day Online Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK