Morai Bapu wife death: કથાકાર મોરારીબાપુના ધર્મપત્ની નર્મદાબેનનું નિધન થયું છે; ૭૫ વર્ષે લીધા અંતિમ શ્વાસ
મોરારીબાપુના ધર્મપત્ની નર્મદાબેન હરિયાણીએ ૭૫ વર્ષે લીધા અંતિમ શ્વાસ
જાણીતા પ્રખર રામાયણ કથાકાર મોરારીબાપુ (Morai Bapu) પર દુઃખના પહાડ તુટૂ પડ્યાં છે. મોરારીબાપુના ધર્મપત્ની નર્મદાબેન હરિયાણી (Narmadaben Hariyani)નું નિધન થયું છે. મોરારીબાપુના પત્ની નર્મદાબહેને ૭૫ વર્ષની ઉંમરે અંતિમ શ્વાસ લીધા (Morai Bapu wife death) છે. આજે તેમની અંતિમવિધિ તલગાજરડા (Talgajarda)માં કરવામાં આવશે.
પ્રખર રામાયણ કથાકાર મોરારીબાપુના ધર્મપત્ની (Morai Bapu wife death) નર્મદાબેને ગઈકાલે મોડી રાતે ૧.૩૦ વાગ્યે ૭૫ વર્ષે અંતિમ શ્વાસ લીધા હતા. નર્મદાબેનની તબિયત થોડા સમયથી ખરાબ હતી અને છેલ્લા બે દિવસથી અન્નનો ત્યાગ પણ કરેલ હતો. તેમના પાર્થિવદેહને તલગાજરજડાના નિવાસસ્થાને સમાધિ આપવામાં આવી છે.
ADVERTISEMENT
મળતી માહિતી પ્રમાણે, પૂજય નર્મદાબેનના નિધનથી તલગાજરડા ગામ સંપૂર્ણપણે બંધ જોવા મળી રહ્યું છે.
તમને જણાવી દઈએ કે, મોરારીબાપુના લગ્ન વણોટ ગામે નર્મદાબા સાથે થયા હતા.
મોરારીબાપુના પત્નીને પદ્મશ્રી ગાયક હેમંત ચૌહાણ (Hemant Chauhan)એ સોશ્યલ મીડિયા (Social Media) પર શ્રદ્ધાંજલી આપી છે. તેમણે લખ્યું છે કે, ‘પરમ્ પુજય મોરારી બાપુ ના ધર્મપત્ની પુજય નર્મદામાં આજ કૈલાશ વાસી થયા..ભગવાન એમના પવિત્ર આત્મા શાંતિ ને આપે.’
જાણીતા લેખક, પ્રવક્તા અને મોટિવેશનલ સ્પિકર જય વસાવડા (Jay Vasavada)એ શ્રદ્ધાંજલિ આપતા લખ્યું હતું કે, ‘ૐ શાંતિ. પ્રિય મોરારિબાપુના ધર્મપત્ની પૂજ્ય નર્મદાબાનો દેહવિલય. કૈલાસ તલગાજરડા ખાતે આજે સમાધિ. જય સિયારામ.’
મોરારીબાપુના ધર્મપત્ની નર્મદાબેન હરિયાણીના નિધન પર ભક્તો શોક વ્યક્ત કરી રહ્યાં છે અને શ્રદ્ધાંજલિ અપર્ણ કરી રહ્યાં છે.
ભાવનગર (Bhavnagar) મહુવા (Mahuva)ના જાણીતા કથાકાર મોરારીબાપુનો જન્મ દેશ આઝાદ થયો તેના એક વર્ષ પહેલા થયો હતો. તેમનું પૂરું નામ મોરારિદાસ પ્રભુદાસ હરિયાણી છે. તેમની માતાનું નામ સાવિત્રી બેન અને પિતાનું નામ પ્રભુદાસ બાપુ હરિયાણી છે. તેઓ લોકોમાં મોરારી બાપુ તરીકે પ્રખ્યાત છે. મોરારી બાપુને આઠ ભાઈ-બહેન છે, તેમને છ ભાઈઓ અને બે બહેનો છે. મોરારી બાપુ તેમના તમામ ભાઈ-બહેનોમાં સૌથી નાના છે. તેમના પત્નીનું નામ નર્મદાબેન છે. તેમને એક પુત્ર અને ત્રણ પુત્રી છે. મોરારી બાપુ હાલમાં ચિત્રકૂટધામ ટ્રસ્ટ, તલગાજરડા, ગુજરાત (Gujarat) ખાતે રહે છે. તેમણે પ્રારંભિક શિક્ષણ તેમના ગામની સરકારી શાળામાંથી મેળવ્યું હતું, ત્યારબાદ તેમણે જૂનાગઢની શાહપુર કોલેજમાંથી ડિગ્રી પૂર્ણ કરી હતી. મોરારી બાપુ એક ભારતીય આધ્યાત્મિક ગુરુ અને રામ કથાના કથાકાર છે. તેઓ છેલ્લા ૬૦ વર્ષોમાં ૯૦૦થી વધુ કથાઓનું પઠન સાથે રામચરિતમાનસના પ્રચારક છે. બાપુનો મુખ્ય સંદેશ સત્ય, પ્રેમ અને કરુણા (સત્ય-પ્રેમ-કરુણા) છે અને હિંદુ શાસ્ત્રો વિશે જાગૃતિને પ્રોત્સાહિત કરે છે. મોરારી બાપુની ખાસ વાત એ છે કે તેઓ પોતાની કમાણીનો મોટાભાગનો હિસ્સો દાનમાં આપે છે.

