Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > ગુજરાત સમાચાર > આર્ટિકલ્સ > કાન્તિ ભટ્ટ શબ્દ સ્વરૂપે અમદાવાદના સ્મારક થકી હંમેશ માટે જીવંત રહેશે

કાન્તિ ભટ્ટ શબ્દ સ્વરૂપે અમદાવાદના સ્મારક થકી હંમેશ માટે જીવંત રહેશે

Published : 26 February, 2023 10:05 AM | IST | Ahmedabad
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

પત્રકાર શીલા ભટ્ટ અને જાણીતા ગુજરાતી લેખક મધુ રાયે મંગળવારે અમદાવાદમાં ભારતીય વિદ્યા ભવનમાં જાણીતા ગુજરાતી પત્રકાર અને લેખક સ્વર્ગસ્થ કાન્તિ ભટ્ટની યાદમાં બનાવાયેલા એક અનોખા સ્મારક અને વાચનખંડનું લોકાર્પણ કર્યું હતું.

કાન્તિ ભટ્ટ શબ્દ સ્વરૂપે અમદાવાદના સ્મારક થકી હંમેશ માટે જીવંત રહેશે

કાન્તિ ભટ્ટ શબ્દ સ્વરૂપે અમદાવાદના સ્મારક થકી હંમેશ માટે જીવંત રહેશે


જાણીતાં પત્રકાર શીલા ભટ્ટ અને જાણીતા ગુજરાતી લેખક મધુ રાયે મંગળવારે અમદાવાદમાં ભારતીય વિદ્યા ભવનમાં જાણીતા ગુજરાતી પત્રકાર અને લેખક સ્વર્ગસ્થ કાન્તિ ભટ્ટની યાદમાં બનાવાયેલા એક અનોખા સ્મારક અને વાચનખંડનું લોકાર્પણ કર્યું હતું. કોઈ લેખક-પત્રકારની યાદમાં જનતાને સમર્પિત આ પહેલું આવું સ્મારક છે. ભવન્સ ખાતે ભારતીય વિદ્યા ભવનની હરિલાલ ભગવતી ઇન્સ્ટિટ્યૂટ ઑફ કમ્યુનિકેશન ઍન્ડ મૅનેજમેન્ટ દ્વારા આ સ્મારકનું સંચાલન કરવામાં આવશે. અહીં કાન્તિ ભટ્ટનાં ૧૬૦૦થી વધુ પુસ્તકો તેમ જ તેમના ૧૬,૦૦૦ લેખોનો સંગ્રહ જાળવવામાં આવ્યો છે.
કાન્તિ ભટ્ટનાં પત્ની શીલા ભટ્ટે આ સ્મારક બનાવવાની પહેલની પ્રશંસા કરી હતી. તેમણે આ સ્મારકમાંથી પ્રેરણા લઈને અન્ય જાણીતા પત્રકારો અને લેખકોની યાદમાં આવાં જીવંત સ્મારક બનાવવામાં આવે એવો આગ્રહ કર્યો હતો.


Whatsapp-channel Whatsapp-channel

26 February, 2023 10:05 AM IST | Ahmedabad | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK