Gujarati Mid-day
Happiest Places to Work

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > ગુજરાત સમાચાર > આર્ટિકલ્સ > હવે LNG પર દોડશે ટ્રેનો : મહેસાણા અને સાબરમતી વચ્ચે ટ્રાયલ શરૂ

હવે LNG પર દોડશે ટ્રેનો : મહેસાણા અને સાબરમતી વચ્ચે ટ્રાયલ શરૂ

Published : 31 January, 2026 09:13 AM | Modified : 31 January, 2026 09:41 AM | IST | Ahmedabad
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

એક ફુલ ટૅન્કમાં ૨૨૦૦ કિલોમીટરનું અંતર કાપશે, ડીઝલ કરતાં ત્રણગણો ઓછો ખર્ચ થશે

LNG સંચાલિત ટ્રેન

LNG સંચાલિત ટ્રેન


દેશની પહેલી લિક્વિફાઇડ નૅચરલ ગૅસ (LNG) સંચાલિત ટ્રેન અમદાવાદમાં આવી ગઈ છે. આ હાઈ-ટેક ટ્રેનની અનોખી વિશેષતા એ છે કે એ એક જ ફુલ ટૅન્ક પર ૨૨૦૦ કિલોમીટર સુધીનું અંતર કાપી શકે છે. એનો ખર્ચ ડીઝલ કરતાં ત્રણગણો ઓછો હશે. આ ઉપરાંત વારંવાર રીફ્યુઅલિંગની જરૂરિયાત દૂર થશે. આમ ભારતના રેલ-ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં એક નવો અધ્યાય ઉમેરાવાનો છે.

ગુજરાતમાં મહેસાણા અને સાબરમતી વચ્ચે ટ્રાયલ ચાલી રહી છે. આ ટ્રેન અત્યાર સુધીમાં ૨૦૦૦ કિલોમીટરથી વધુ અંતર કાપી ચૂકી છે. ભવિષ્યમાં આ સેક્શન પર આઠથી ૧૦ વધુ ટ્રેનોમાં LNG ટેક્નૉલૉજી અપનાવવાની યોજના છે.



સફળ ટ્રાયલ પછી આ ટેક્નૉલૉજીનો મોટા પાયે ઉપયોગ કરવામાં આવશે. આ પ્રોજેક્ટ હેઠળ આશરે ૧૪૦૦ હૉર્સપાવર (HP) ક્ષમતા ધરાવતી ટ્રેનોને LNG ઈંધણ-પ્રણાલીમાં રૂપાંતરિત કરવામાં આવી છે. અમદાવાદના ડિવિઝનલ રેલવે-મૅનેજર (DRM) વેદ પ્રકાશે સમજાવ્યું હતું કે ‘LNG ડીઝલ કરતાં સસ્તું છે, જેનાથી ટ્રેન ચલાવવાનો એકંદર ખર્ચ ઓછો થાય છે. LNG પ્રદૂષણમાં પણ નોંધપાત્ર ઘટાડો કરે છે. કાર્બન ડાયોક્સાઇડ, નાઇટ્રોજન ઑક્સાઇડ અને ધૂળના કણો જેવા હાનિકારક પદાર્થો ઓછી માત્રામાં ઉત્પન્ન થાય છે. આનાથી રેલવે-ટ્રૅકની આસપાસની હવા સ્વચ્છ રહે છે. LNG સાથે એન્જિન-પાવર અથવા કામગીરીમાં કોઈ ઘટાડો થતો નથી. એન્જિનની વિશ્વસનીયતા ડીઝલ એન્જિન જેટલી જ રહે છે.’


Whatsapp-channel Whatsapp-channel

31 January, 2026 09:41 AM IST | Ahmedabad | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK