Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


Aarti and bhajan Aarti and bhajan
હોમ > સમાચાર > ગુજરાત સમાચાર > આર્ટિકલ્સ > પૉર્ન ફિલ્મો બતાવીને કરી અશ્લીલતા, 10 મહિનાના લગ્નજીવનમાં તો પત્નીનો લઈ લીધો જીવ

પૉર્ન ફિલ્મો બતાવીને કરી અશ્લીલતા, 10 મહિનાના લગ્નજીવનમાં તો પત્નીનો લઈ લીધો જીવ

Published : 27 February, 2023 08:42 PM | IST | Surat
Gujarati Mid-day Online Correspondent | gmddigital@mid-day.com

મુંબઈમાં (Mumbai) નોકરી કરવા માટે આવેલ મૂળ બનાસકાંઠાના વતની કિશોર પટેલે પોલીસ સામે કબૂલ કર્યું કે તેને પૉર્ન ફિલ્મો જોવાનો શોખ હતો અને પત્ની સાથે તે રીતે શારીરિક સંબંધ બાંધવાના પ્રયત્ન કરતાં બન્ને વચ્ચે ઝઘડા બાદ તેણે પત્નીને જીવતી સળગાવી દીધી.

પ્રતીકાત્મક તસવીર (સૌજન્ય : આઇસ્ટૉક)

Crime News

પ્રતીકાત્મક તસવીર (સૌજન્ય : આઇસ્ટૉક)


મુંબઈમાં (Mumbai) નોકરી કરવા માટે આવેલ મૂળ બનાસકાંઠાના વતની કિશોર પટેલે પોલીસ સામે કબૂલ કર્યું કે તેને પૉર્ન ફિલ્મો જોવાનો શોખ હતો અને પત્ની સાથે તે રીતે શારીરિક સંબંધ બાંધવાના પ્રયત્ન કરતાં બન્ને વચ્ચે ઝઘડા બાદ તેણે પત્નીને જીવતી સળગાવી દીધી.


ગામડામાં પોતાની ખેતી છોડીને મુંબઈમાં નોકરી કરવા અને પૈસા કમાવવા આવેલ કિશોર પટેલ એક હીરાની ફેક્ટ્રીમાં કામ કરતો હતો. અહીં તેની મુલાકાત રાજેશ મિશ્રાની વિધવા દીકરી કાજલ સાથે થઈ.



કાજલ સાથે મુલાકાત બાદ બન્ને વચ્ચે પ્રેમ પાંગર્યો. તેમણે બન્નેએ લગ્ન કર્યા અને સૂરતમાં એક ઘર ભાડે લઈને ત્યાં રહેવા માંડ્યા. એક સામાન્ય પરિવારની જેમ બન્ને વચ્ચે નાની મોટી તકરાર થતી અને અનબન બાદ એકબીજાને મનાવીને બન્ને સારી રીતે જીવવા માંડ્યા. પણ એક દિવસ એવું થયું કે કિશોર પટેલ પર હત્યા સહિત અનેક કલમો હેઠળ કેસ નોંધવામાં આવ્યો.


આ વિશે વાત કરતા સૂરતના ચોકબજાર થાણાંના પીઆઈ એમબી અસુરે કહ્યું કે જ્યારે પોલીસ હૉસ્પિટલ પહોંચી તો કાજલ 72 ટકા દાઝેલી અવસ્થામાં મળી આવી. કિશોરે બધાને જણાવ્યું હતું કે તેની પત્નીએ આપઘાત કરવાનો પ્રયત્ન કર્યો હતો પણ એવું હતું નહીં. ત્યાર બાદ બનાસકાંઠા પાલનપુરના વતની કિશોર પટેલે રિમાન્ડ દરમિયાન સૂરત પોલીસ સામે આ પ્રકારની કબૂલાત કરી જેમાં તેણે કહ્યું કે, "મને પૉર્ન ફિલ્મોનો શોખ હતો. પત્ની સાથે પણ હું એ જ પ્રકારના શારીરિક સંબંધો બાંધવા માગતો હતો. તેં હંમેશા આ મામલે મારી ઝઘડતી. બે વાર તો તેને પિયરથી મનાવી ફોસલાવીને પાછી લઈ આવ્યો. પણ આ વખતે તેણે ઝઘડો કર્યો ત્યારે મને ધમકી આપી કે તે એના ઘરમાં બધાને કહી દેશે આથી જ તો મેં તેને જીવતી સળગાવી દીધી."

આ પણ વાંચો : Quiet Hiring: છટણી વચ્ચે ચૂપચાપ ભરતી કરે છે આ કંપનીઓ, 2022માં શરૂ થયા ટ્રેન્ડ


ઉલ્લેખનીય છે કે મુરાદાબાદમાં પણ એક એવી ઘટના સામે આવી છે જેમાં પતિ પોર્ન ફિલ્મ શોખીન હતો અને પત્નીને આ ફિલ્મ બતાવીને તેમ કરવા માટે મજબૂર કરી. એટલું જ નહીં સંબંધીઓ પાસેથી પણ તેની સાથે દુષ્કર્મ કરાવ્યું અને જ્યારે તેણે ફરિયાદ કરી તો પતિએ તેને ત્રણ તલાક આપી દીધાં.

Whatsapp-channel Whatsapp-channel

27 February, 2023 08:42 PM IST | Surat | Gujarati Mid-day Online Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK