Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > ગુજરાત સમાચાર > આર્ટિકલ્સ > Gujarat: અમદાવાદમાં ત્રણ દિવસથી ગાયબ નર્સનો હોસ્પિટલના બંધ રૂમમાંથી મળ્યો મૃતદેહ

Gujarat: અમદાવાદમાં ત્રણ દિવસથી ગાયબ નર્સનો હોસ્પિટલના બંધ રૂમમાંથી મળ્યો મૃતદેહ

16 January, 2023 06:20 PM IST | Ahmedabad
Gujarati Mid-day Online Correspondent | gmddigital@mid-day.com

અમદાવાદમાં એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. ચાંદખેડા સ્થિત SMS હોસ્પિટલમાંથી એક મહિલા નર્સનો મૃતદેહ મળ્યો હતો. આ સાથે એક સુસાઇડ નોટ પણ મળી આવી છે.

પ્રતીકાત્મક તસવીર (તસવીર: આઈસ્ટોક)

પ્રતીકાત્મક તસવીર (તસવીર: આઈસ્ટોક)


અમદાવાદમાં એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. ચાંદખેડા સ્થિત SMS હોસ્પિટલમાંથી એક મહિલા નર્સનો મૃતદેહ મળ્યો હતો. આ સાથે એક સુસાઇડ નોટ પણ મળી આવી છે. પોલીસે આ અંગે વધુ તપાસ હાથ ધરી છે. જોરે યુવતીના પરિવારજનો યુવતીની હત્યા થઈ હોવાનો આક્ષેપ કરી રહ્યાં છે.

મૃતક યુવતી એસએમએસ હોસ્પિટલમાં નર્સિંગનું કામ કરતી હતી. સાતમા માળેથી કૂદકો મારી યુવતીએ આપઘાત કર્યો. આપઘાત કર્યો એના ત્રણ દિવસ પહેલાથી યુવતી ગાયબ હતી, અને બાદમાં લટકતી હાલતમાં હોસ્પિટલમાંથી તેણીનો મૃતદેહ મળી આવ્યો. પ્રાથમિક તપાસમાં આ મામલે પ્રેમ પ્રકરણના એન્ગલથી જોવામાં આવી રહ્યો છે. 



આ પણ વાંચો: અમદાવાદ વર્ષે ૧૨થી ૧૫ મિલીમીટર જેટલું જમીનની અંદર ધસી રહ્યું છે


યુવતી ત્રણ દિવસથી ફરજ પર ના હોવાથી હોસ્પિટલ સત્તાધીશોએ આ અંગે પરિવારને જાણ કરી હતી. હોસ્પિટલના સાતમા માળે બંધ રૂમમાંથી યુવતની લાશ મળતા બધાને આઘાત લાગ્યો હતો. પરિવારે હોસ્પિટલ તંત્ર પર બેદરકારીનો આક્ષેપ કર્યો છે. આ મામલે ચાંદખેડા પોલીસે મોતનો ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.

 


 

Whatsapp-channel Whatsapp-channel

16 January, 2023 06:20 PM IST | Ahmedabad | Gujarati Mid-day Online Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK