Gujarat Lok Sabha Election Result 2019:વિનોદ ચાવડા, પૂનમ માડમની જીત
વિનોદ ચાવડા અને પૂનમ માડમ
ગુજરાતની તમામ 26 બેઠકો પર ભાજપની જીત થઈ રહી છે. કોંગ્રેસના દિગ્ગજો પરેશ ધાનાણી અને પૂર્વ પ્રદેશ પ્રમુખ ભરતસિંહ સોલંકીનો પરાજય થયો છે. ગુજરાતની એક પણ બેઠક પર કોંગ્રેસ જીત મેળવવામાં સફળ નથી રહી. કચ્છની બેઠક પરથી ભાજપના ઉમેદવાર વિનોદ ચાવડાએ જીત મેળવી છે. વિનોદ ચાવડાએ કોંગ્રેસના નરેશ મહેશ્વરીને હરાવીને જીત મેળવી છે. 2014માં પણ કચ્છની બેટક પરથી વિનોદ ચાવડાએ જીત મેળવી હતી.
તો જામનગર બેઠક પરથી પૂનમ માડમે પણ જીતનો ઈતિહાસ દોહરાવ્યો છે. પૂનમ માડમે કોંગ્રેસના મૂળુભાઈ કંડોરિયાને હરાવીને પોતાનો વિજય રથ આગળ વધાર્યો છે. પૂનમ માડમે પણ સતત બીજી વખત જીત મેળવીને જામનગર બેઠક પરથી પોતાનું સાંસદ પદ જાળવી રાખ્યું છે.
ADVERTISEMENT
આ પણ વાંચોઃ Election Result 2019:ક્યા સે ક્યા હો ગયા !!! સોશિયલ મીડિયા પર આવું છે રિએક્શન
તો કોંગ્રેસ માટે સૌથી ચોંકાવનારા સમાચાર અમરેલી અને આણંદ બેઠક પરથી આવ્યા છે. અમરેલી બેઠક પરથી કોંગ્રેસના વિધાનસભામાં વિપક્ષના નેતા પરેશ ધાનાણીએ કારમી હારનો સામનો કરવો પડ્યો છે. તો આણંદ બેઠક પરથી કોંગ્રેસના પૂર્વ પ્રદેશ પ્રમુખ ભરતસિંહ સોલંકીનો પણ પરાજય થયો છે. કોંગ્રેસને ગુજરાતમાં એક પણ બેઠક પર જીત નથી મળી.

