Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > ગુજરાત સમાચાર > આર્ટિકલ્સ > વિરોધી પક્ષ સાથે ચાય પે ચર્ચા

વિરોધી પક્ષ સાથે ચાય પે ચર્ચા

30 November, 2022 08:55 AM IST | Ahmedabad
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

અમરેલીના કૉન્ગ્રેસના ઉમેદવાર પરેશ ધાનાણી અચાનક બીજેપી કાર્યાલયમાં કેન્દ્રીય પ્રધાન પરષોત્તમ રૂપાલા સહિતના નેતાઓ સાથે ચાની ચુસકી લેતાં રાજકારણમાં ગરમાટો આવ્યો

અમરેલીમાં કૉન્ગ્રેસના ઉમેદવાર પરેશ ધાનાણીએ કેન્દ્રીય પ્રધાન પરષોત્તમ રૂપાલા, ગોરધન ઝડફિયા સહિતના બીજેપીના નેતાઓ સાથે ચા પીધી હતી

Gujarat Election

અમરેલીમાં કૉન્ગ્રેસના ઉમેદવાર પરેશ ધાનાણીએ કેન્દ્રીય પ્રધાન પરષોત્તમ રૂપાલા, ગોરધન ઝડફિયા સહિતના બીજેપીના નેતાઓ સાથે ચા પીધી હતી


ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં બીજેપી અને કૉન્ગ્રેસ વચ્ચે જબરદસ્ત જંગ જામ્યો છે ત્યારે આવા વાતાવરણમાં ગઈ કાલે અમરેલીમાં કૉન્ગ્રેસના ઉમેદવાર પરેશ ધાનાણીએ બીજેપીના નેતાઓની સાથે ચાય પે ચર્ચા કરતાં આ મુદ્દાએ રાજકારણમાં ગરમાવો લાવી દીધો છે. અમરેલીમાં બીજેપીના કાર્યાલયના પ્રાંગણમાં કેન્દ્રીય પ્રધાન પરષોત્તમ રૂપાલા, બીજેપીના આગેવાન ગોરધન ઝડફિયા, દિલીપ સાંઘાણી સહિતના નેતાઓ બેઠા હતા ત્યારે પરેશ ધાનાણી અચાનક ત્યાં પહોંચી ગયા હતા. 


Whatsapp-channel Whatsapp-channel

30 November, 2022 08:55 AM IST | Ahmedabad | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK