ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં વડોદરાના માંજલપુર બેઠક પર ભાજપે ધારાસભ્ય યોગેશ પટેલને આઠમી વખત ચૂંટણીના મેદાનમાં ઉતાર્યા છે.
યોગેશ પટેલ
ગુજરાત વિધાનસભા ચૂંટણી (Gujarat Assembly Election 2022 )માટે તડામાર તૈયારીઓ ચાલી રહી છે. ભારતીય જનતા પાર્ટી (Bhajap)એ તમામ બેઠકો પર પોતાના ઉમેદવારોના નામની યાદી જાહેર કરી દીધી છે. છેલ્લા ઘણા દિવસોથી વડોદરાની માંજલપુર બેઠક પરથી ઉમેદવારના નામ પર કોકડું ગુંચવાયું હતું, હવે તે પણ ઉકેલાયું છે. ભાજપે આ બેઠક માટે યોગેશ પટેલને રિપીટ કરી ફરી મેદાનમાં ઉતાર્યા છે.
વર્તમાન ધારાસભ્ય યોગેશ પટેલ જ ફરી માંજલુપર બેઠક પરથી ચૂંટણી લડવા નામાંકન ભરવાના છે. યોગેશ પટેલને આજે એટલે કે 17 નવેમ્બરના રોજ સવારે ભાજપનામાં ફોન દ્વારા જાણ થઈ અને તેમણે નામાંકનની તમામ તૈયારીઓ કરી લીધી. ઉલ્લેખનીય છે કે ભારતીય જનતા પાર્ટીએ સતત આઠમી વખત માંજલપુર બેઠક પરથી યોગેશ પટેલને ટિકિટ આપી છે.
ADVERTISEMENT
વર્ષ 2012માં માંજલપુર બેઠક માટે પ્રથમ ચૂંટણી યોજાઈ ત્યારે ભાજપે યોગેશ પટેલને જંગના મેદાનમાં ઉતાર્યા હતા. તે સમયે કોંગ્રેસે ગાંધી ચિન્નમ સત્યમ ને ચૂંટણીના મેદાનમાં મુક્યા હતા. ચૂંટણી પરિણામો ભાજપની તરફેણમાં આવ્યા અને યોગેશ પટેલે 92,642 મત સાથે જીત હાંસિલ કરી હતી. જ્યારે કોંગ્રેસ ઉમેદવારે 40,857 મત મળ્યા હતાં.
આ પણ વાંચો:બીજેપીના સ્ટાર પ્રચારકોની ગૅલેક્સીના ત્રણ વિરલ તારલા

