પહેલાં મૉડલિંગ પછી સેવાકીય કાર્યો અને હવે પૉલિટિકલ ઍક્ટિવિટીમાં પડી ગયેલાં આમ આદમી પાર્ટીનાં રેશમા પટેલ પાર્ટીના આદેશની રાહ જોતાં વિરમગામની દિશામાં નજર કરીને બેઠાં છે

રેશમા પટેલ
પાટીદાર અનામત આંદોલનને કારણે નેતા તરીકે બહાર આવેલાં રેશમા પટેલે પહેલાં બીજેપી, પછી નૅશનલિસ્ટ કૉન્ગ્રેસ પાર્ટી અને હવે આમ આદમી પાર્ટી એમ ટૂંકા ગાળામાં ત્રણ-ત્રણ પૉલિટિકલ પાર્ટી ચેન્જ કરી, જેના માટે તેમની પાસે કોઈ સક્ષમ જવાબ નથી, પણ હા, આ જ રેશમા પટેલ પાસે એ વાતની જબરદસ્ત સ્પષ્ટતા છે કે પોતે કોને હરાવવા માટે તલપાપડ છે.
હાર્દિક પટેલ.
ADVERTISEMENT
હા, એ જ હાર્દિક પટેલને હરાવવા તે માગે છે જેને કારણે પોતે પાટીદાર અનામત આંદોલનમાં જોડાયાં અને ગુજરાતનાં યુવા નેતા બન્યાં. રેશમા પટેલ કહે છે, ‘હાર્દિક કેટલો ખોટાબોલો છે અને તે સંબંધોમાં પણ કેવું-કેવું રાજકારણ રમે છે એ બધી વાત મારે લોકો સામે લાવવી છે. મેં હમણાં જ આમ આદમી પાર્ટી જૉઇન કરી છે. મેં ત્યાં પણ અમારા નેતાને કહ્યું કે જો પ્રચાર માટે મારે મને મનગમતી જગ્યાએ જવાનું હોય તો હું વીરમગામ જવા ઇચ્છું છું. બસ, આદેશ આવે એની રાહ જોઉં છું, પણ જો મને વીરમગામ જવાનો આદેશ આવ્યો તો તમે લખી લેજો, પાંચસો ટકા હાર્દિકને રોતો કરી દઈશ.’

