Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


Food fun and filmstar Food fun and filmstar
હોમ > સમાચાર > ગુજરાત સમાચાર > આર્ટિકલ્સ > સુરતમાં બે વર્ષની બાળકી પર દુષ્કર્મ કરીને હત્યા કરાઈ

સુરતમાં બે વર્ષની બાળકી પર દુષ્કર્મ કરીને હત્યા કરાઈ

01 March, 2023 08:43 AM IST | Surat
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

પાડોશમાં રહેતા યુવાન ઇસ્માઇલ ઉર્ફે યુસુફે બે વર્ષની દીકરીના પેટ પર બચકું ભરીને હેવાનિયત આચરતાં લોકોમાં રોષ, પોલીસે આરોપીને ઝડપી લીધો

પ્રતીકાત્મક તસવીર

Gujarat Crime

પ્રતીકાત્મક તસવીર



અમદાવાદ : દક્ષિણ ગુજરાતના વડામથકસમા સુરતના સચિન વિસ્તારમાં કપલેથા ગામમાં બે વર્ષની બાળકી પર પાડોશી યુવાને દુષ્કર્મ કરીને હત્યા કરતાં ચકચાર મચવા સાથે અરેરાટી ફેલાઈ ગઈ હતી. 
પાડોશમાં રહેતા યુવાન ઇસ્માઇલ ઉર્ફે યુસુફે બે વર્ષની દીકરીના પેટ પર બચકું ભરીને હેવાનિયત આચરતાં લોકોમાં રોષ ફેલાઈ ગયો હતો. 
સુરત પોલીસના એડિશનલ સી. પી. કે. એન. ડામોરે મીડિયાને આ ઘટના વિશે કહ્યું હતું કે ‘ઇસ્માઇલ ઉર્ફે યુસુફ સલીમ (૨૩ વર્ષ) નામના પાડોશી વેફર આપવાને બહાને દીકરીને લઈ ગયો હતો. ત્યાર બાદ દીકરી લાપતા થઈ હતી. શોધખોળ આદરી ત્યારે તેનો મૃતદેહ મ‍ળી આવ્યો હતો. આરોપી નાસી જાય એ પહેલાં જ તેને ઝડપી લેવામાં આવ્યો હતો. પ્રાથમિક પૂછપરછમાં જાણવા મળ્યું હતું કે આ યુવાન દીકરીને કપલેથા તળાવના રસ્તા પર એક બંધ મકાનના કમ્પાઉન્ડમાં લઈ ગયો હતો અને તેના પર દુષ્કર્મ આચર્યું હતું તેમ જ પેટના ભાગે બચકું ભર્યું હતું. ’ 


Whatsapp-channel Whatsapp-channel

01 March, 2023 08:43 AM IST | Surat | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK