ગુજરાતની કોર્ટનો કૉન્ગ્રેસ અને પાર્ટીના ૪ નેતાઓને આદેશ
પ્રતીકાત્મક તસવીર
ગુજરાતના અમદાવાદની એક કોર્ટે કૉન્ગ્રેસ અને એના ચાર નેતાઓને વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને ઉદ્યોગપતિ ગૌતમ અદાણીના ડીપફેક વિડિયોને તમામ સોશ્યલ મીડિયા પ્લૅટફૉર્મ પરથી દૂર કરવાનો આદેશ આપ્યો હતો.
અદાણી એન્ટરપ્રાઇઝિસ લિમિટેડ દ્વારા દાખલ કરાયેલા સિવિલ બદનક્ષીના દાવાની સુનાવણી કરતી વખતે ઍડિશનલ સિવિલ જજ શ્રીકાંત શર્માની કોર્ટે ગુરુવારે કૉન્ગ્રેસ અને એના નેતાઓ જયરામ રમેશ, સુપ્રિયા શ્રીનેત, પવન ખેરા અને ઉદય ભાનુ છિબને ૪૮ કલાકની અંદર તમામ સોશ્યલ મીડિયા પ્લૅટફૉર્મ પરથી ડીપફેક વિડિયો દૂર કરવાનો નિર્દેશ આપ્યો હતો.
ADVERTISEMENT
૧૭ ડિસેમ્બરે કૉન્ગ્રેસના ઍક્સ હૅન્ડલ પર પોસ્ટ કરાયેલા આ વિડિયોમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને ઉદ્યોગપતિ ગૌતમ અદાણી વચ્ચે ‘મોદી-અદાણી ભાઈ ભાઈ, દેશ બેચકર ખાઈ મલાઈ’ કૅપ્શન સાથે કાલ્પનિક વાતચીત દર્શાવવામાં આવી હતી.


