Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > ગુજરાત સમાચાર > આર્ટિકલ્સ > Gujarat Election:પત્ની રિવાબા માટે મેદાનમાં ઉતર્યા ક્રિકેટર જાડેજા, આ રહ્યો વીડિયો

Gujarat Election:પત્ની રિવાબા માટે મેદાનમાં ઉતર્યા ક્રિકેટર જાડેજા, આ રહ્યો વીડિયો

14 November, 2022 09:21 AM IST | Mumbai
Gujarati Mid-day Online Correspondent | gmddigital@mid-day.com

રિવાબા ભાજપ પાર્ટી તરફથી જામગનર ઉત્તરમાંથી ચૂંટણીની જંગમાં ઉતર્યા છે.

રિવાબા જાડેજા અને રવિન્દ્ર જાડેજા

રિવાબા જાડેજા અને રવિન્દ્ર જાડેજા


ગુજરાત વિધાનસભા ચૂંટણી (Gujarat Assembly Election 2022)માટે ટીમ ઈન્ડિયાના ઓલરાઉન્ડર ક્રિકેટર રવિન્દ્ર જાડેજા (Ravindra Jadeja)ના પત્ની રિવાબા (Reevaba)ને ભાજપે ચૂંટણીના મેદાનમાં ઉતાર્યા છે. ભાજપે તેમને જામનગર ઉત્તરમાંથી ઉમેદવાર બનાવ્યા છે. રિવાબા જાડેજા આજે એટલે કે 14 નવેમ્બરના રોજ નામાંકન દાખલ કરવા જઈ રહ્યાં છે. ત્યારે રવિન્દ્ર જાડેજાએ એક વીડિયો પેસ્ટ કરી જામનગરવાસીઓને પોતાની પત્ની રિવાબાને સમર્થન આપવા અપીલ કરી છે. 

પોતાના વીડિયો સંદેશમાં રવિન્દ્ર જાડેજાએ જામનગરના લોકેને અપીલ કરતા કહ્યું છે કે " જય માતાજી.. ! મારા પ્રિય જામનગરવાસીઓ અને તમામ કિક્રેટના ચાહકો. જેમ તમે બધા જાણો છો કે ગુજરાતમાં વિધાનસભા ચૂંટણી T20 ક્રિકેટની જેમ આગળ વધી રહી છે. ભાજપે મારી પત્ની રિવાબાને ઉમેદવાર બનાવ્યાં છે. જે 14 નવેમ્બરના રોજ નામાંકન પત્ર ભરવા જઈ રહ્યાં છે. તમારી જવાબદારી છે કે જીતનો માહોલ બનાવો."




રવિન્દ્ર જાડેજા ઘુંટણમાં થયેલી ઈજાને કારણે ટી20 વર્લ્ડ કપ 2022માં ભાગ લઈ શક્યા નહોતા. જાડેજાને એશિયા કપ દરમિયાન ઈજા પહોંચી હતી, જેના બાદ તેમના જમણાં ઘુંટણની સર્જરી કરવામાં આવી હતી. પરંતુ હવે રવિન્દ્ર જાડેજાએ વર્કઆઉટ કરવાનું શરૂ કરી દીધું છે. જાડેજાએ બાંગ્લાદેશ સામે વનડે અને ટેસ્ટ સીરિજ માટે સ્કવોડમાં સામેલ કરવામાં આવ્યાં છે, પરંતુ એકદમ સ્વસ્થ થયા બાદ જ તે ભાગ લઈ શકશે. 


રિવાબા અનેકવાર ભાજપ સાથે જોડાયેલા કાર્યક્રમમાં જોવા મળ્યા છે. તે સૌરાષ્ટ્રનની કરણી ક્ષત્રિય સેનાના અધ્યક્ષ પણ રહ્યાં છે. હાલમાં રિવાબા જામનગરના ભાજપ ધારાસભ્ય દ્વારા આયોજીત શ્રીમદ્ ભાગવત સપ્તાહના અંતિમ દિવસે દર્શન કરવા પહોંચ્યા હતાં. આ દરમિયાન જ્યારે તેમને પૂછવામાં આવ્યું કે શું તે આગાની વિધાનસભા ચૂંટણી લડશે? આના જવાબમાં રિવાબાએ કહ્યું હતું કે વડાપ્રધાન મોદી અને ભાજપ નેતા પર વિશ્વાસ રાખી તેમને કોઈ જવાબદારી સોંપશે તો તે ચોક્કસ તે જવાબદારીને નિભાવશે.

 

 

 

 

 

Whatsapp-channel Whatsapp-channel

14 November, 2022 09:21 AM IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK