Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > ગુજરાત સમાચાર > આર્ટિકલ્સ > કચ્છની ચૂંટણીમાં BJPનો જયજયકાર

કચ્છની ચૂંટણીમાં BJPનો જયજયકાર

Published : 29 April, 2026 10:33 AM | IST | Bhuj
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

માંડવી નગરપાલિકામાં મતદારોએ તમામ બેઠકો પર BJPને અપાવી જીત, તો રાપર તાલુકાપંચાયતની ૨૪ બેઠકોમાંથી ૨૧ બેઠકો પર BJPનો વિજય :  જોકે લખપત અને મુન્દ્રા તાલુકા પંચાયતમાં કટોકટ સ્થિતિ

પ્રતીકાત્મક ફાઇલ તસવીર

પ્રતીકાત્મક ફાઇલ તસવીર


ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં કચ્છના મતદારોએ ભારતીય જનતા પાર્ટી (BJP)ને વિજયની ભેટ ધરી છે. એમાં પણ માંડવી નગરપાલિકામાં તો અન્ય રાજકીય પક્ષોનાં સૂપડાં સાફ કરીને તમામ બેઠકો પર BJPનો વિજય થયો હતો. માંડવી નગરપાલિકાની તમામ ૩૬ બેઠકો પર મતદારોએ ખોબલે-ખોબલે મત આપતાં BJPએ તમામ બેઠકો પર જીત મેળવી છે.    

કચ્છ જિલ્લામાં ગાંધીધામ મહાનગરપાલિકાની બાવન બેઠકોમાંથી ૪૦ બેઠકો પર BJPનો જ્યારે ૧૧ બેઠકો પર કૉન્ગ્રેસનો વિજય થયો હતો અને ૧ બેઠક બિનહરીફ જાહેર થઈ હતી.



કચ્છ જિલ્લાપંચાયતની ૩૮ બેઠકોમાંથી BJPએ ૩૩ બેઠકો પર અને કૉન્ગ્રેસે ૪ બેઠકો પર વિજય મેળવ્યો છે જ્યારે ૧ બેઠક બિનહરીફ જાહેર થઈ હતી.


ભુજ નગરપાલિકાની ૪૪ બેઠકોમાંથી બાવીસ બેઠકો પર BJPએ, ૧૩ બેઠકો પર કૉન્ગ્રેસે વિજય મેળ્વ્યો છે અને ઑલ ઇન્ડિયા મજલિસ-એ-ઇત્તેહાદુલ મુસ્લિમીન (AIMIM)ના ૩ ઉમેદવાર ચૂંટણી જીત્યા છે જ્યારે ૬ બેઠકો બિનહરીફ થઈ હતી.

આ ઉપરાંત મુન્દ્રા, બારોઈ, નખત્રાણા અંજાર નગરપાલિકામાં BJPનો વિજય થયો છે. અંજાર, ભચાઉ અને ભુજ તાલુકાપંચાયતમાં BJPનો વિજય થયો છે.


અબડાસા અને નખત્રાણા તાલુકાપંચાયતમાં જોગાનુજોગ અચરજભરી બાબત બની છે જેમાં આ બન્ને પંચાયતમાં કુલ બેઠકો એકસરખી છે અને BJP તેમ જ કૉન્ગ્રેસે એકસરખી બેઠક પર જીત મેળવી છે. અબડાસા તાલુકાપંચાયતમાં ૧૮માંથી BJPએ ૧૧ બેઠકો પર અને કૉન્ગ્રેસે ૭ બેઠકો પર વિજય મેળવ્યો છે. નખત્રાણા તાલુકાપંચાયતની કુલ ૧૮ બેઠકોમાંથી ૧૧ બેઠકો પર BJPનો અને ૭ બેઠકો પર કૉન્ગ્રેસનો વિજય થયો છે.

લખપત અને મુન્દ્રા તાલુકાપંચાયતમાં કટોકટ જેટલી બેઠકો BJP અને કૉન્ગ્રેસને મળી છે. લખપત તાલુકાપંચાયતમાં કુલ ૧૬ બેઠકોમાંથી ૯ બેઠકો પર BJPનો જ્યારે ૭ બેઠકો પર કૉન્ગ્રેસનો વિજય થયો છે. જ્યારે મુન્દ્રા તાલુકાપંચાયતની કુલ ૧૮ બેઠકોમાંથી ૧૦ બેઠકો પર BJPનો અને ૮ બેઠકો પર કૉન્ગ્રેસનો વિજય થયો છે.  

રાપર તાલુકાપંચાયતની ૨૪ બેઠકોમાંથી ૨૧ બેઠકો પર BJPનો જ્યારે બે બેઠકો પર કૉન્ગ્રેસનો વિજર થયો છે અને ૧ બેઠક આમ આદમી પાર્ટી (AAP)ના ફાળે ગઈ છે. 

Whatsapp-channel Whatsapp-channel

29 April, 2026 10:33 AM IST | Bhuj | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK