અરબ સાગરમાં બિપરજૉય ચક્રવાતી વાવાઝોડું ઉદ્ભવ્યું છે અને અગામી સમય દરમ્યાન ચક્રવાતી તોફાનમાં વધુ તીવ્ર બને એવી શક્યતા છે
પ્રતીકાત્મક તસવીર (સૌજન્ય આઇસ્ટૉક)
કચ્છ જિલ્લાના દરિયાકિનારાના વિસ્તારના સંભવિત અસર પામનારાં દયાપર, દોલતપર, પ્રાન્ધ્રો–વર્માનગર, માતાના મઢ, કોટડા જડોદર, નારાયણ સરોવર, નલિયા, કોઠારા, નખત્રાણા ગામોના બજારની તમામ દુકાનો, ગલ્લા, લારીઓ ૧૬ જૂન સુધી બંધ કરવા કચ્છ જિલ્લાના કલેક્ટર અમિત અરોરાએ હુકમ કર્યો છે. અરબ સાગરમાં બિપરજૉય ચક્રવાતી વાવાઝોડું ઉદ્ભવ્યું છે અને અગામી સમય દરમ્યાન ચક્રવાતી તોફાનમાં વધુ તીવ્ર બને એવી શક્યતા છે. જેને પગલે કચ્છ જિલ્લાના દરિયાકાંઠા વિસ્તાર સાથે કચ્છ જિલ્લામાં સમગ્ર વિસ્તારમાં ઝડપી અને ભારે વરસાદ સાથે પવન ફૂંકાવાની તથા ઊંચાં દરિયાઈ મોજાંઓ ઊછળવાની પ્રબળ શક્યતાઓ હોવાથી આ સમય કચ્છ જિલ્લાના દરિયાકિનારાના વિસ્તારમાં ભારે વરસાદ અને ચક્રવાતથી જાનમાલને નુકસાન થતું અટકાવવા માટે અગમચેતીના પગલારૂપે કચ્છ જિલ્લાના દરિયાકિનારાના વિસ્તારના સંભવિત અસર પામનારાં ગામોમાં બજાર બંધ કરવું જરૂરી બન્યું છે.

