Gujarati Mid-day
Happiest Places to Work

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > ગુજરાત સમાચાર > આર્ટિકલ્સ > આપણો સૌથી મોટો દુશ્મન છે બીજા દેશો પરની નિર્ભરતા

આપણો સૌથી મોટો દુશ્મન છે બીજા દેશો પરની નિર્ભરતા

Published : 21 September, 2025 07:13 AM | IST | Bhavnagar
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

ડોનલ્ડ ટ્રમ્પે નવા H-1B વીઝા માટે વર્ષે ૮૮ લાખ રૂપિયાની ફી જાહેર કરીને આપ્યો જોરદાર આંચકો, નરેન્દ્ર મોદીએ ભાવનગરમાં એની સામે જવાબ આપીને ભારતીયોને પણ સાનમાં સંભળાવ્યું

ગઈ કાલે ભાવનગરના રોડ-શો દરમ્યાન નરેન્દ્ર મોદીની એક ઝલક માટે લોકોનો ઉત્સાહ અને ઉન્માદ જોવા જેવો હતો.

ગઈ કાલે ભાવનગરના રોડ-શો દરમ્યાન નરેન્દ્ર મોદીની એક ઝલક માટે લોકોનો ઉત્સાહ અને ઉન્માદ જોવા જેવો હતો.


ચિપ હોય કે શિપ, આપણે ભારતમાં જ બનાવવાં જોઈએ; ૧૦૦ સમસ્યાઓનો એકમાત્ર ઉકેલ છે આત્મનિર્ભર ભારત

ભાવનગરમાં ૩૪,૦૦૦ કરોડ રૂપિયાથી વધુનાં વિકાસકાર્યોનાં લોકાર્પણ અને શિલાન્યાસ કરીને સમુદ્ર સે સમૃદ્ધિ કાર્યક્રમને સંબોધિત કરતી વખતે વડા પ્રધાને ટ્રમ્પના H-1B વીઝાના ફીવધારાનો આડકતરો જવાબ આપ્યો



વડા પ્રધાન ગઈ કાલે ગુજરાતની વિઝિટ પર હતા. ભાવનગરમાં ઍરપોર્ટથી ગાંધી મેદાન સુધી એક કિલોમીટરનો રોડ-શો કર્યો હતો. લોકોએ આ રોડ-શો દરમ્યાન ફૂલવર્ષા કરીને નરેન્દ્ર મોદીનું જોરદાર સ્વાગત કર્યું હતું. રોડ પર ઑપરેશન સિંદૂરના વિજયનાં બૅનરો અને GST સુધાર માટે થૅન્ક યુ કહેતાં પોસ્ટર્સ લગાવ્યાં હતાં.


ભાવનગરના ગાંધી મેદાનમાં વડા પ્રધાને ‘સમુદ્ર સે સમૃદ્ધિ’ સહિત ૩૪,૦૦૦ કરોડ રૂપિયાના વિકાસ પ્રોજેક્ટ્સનાં લોકાર્પણ અને શિલાન્યાસ કર્યાં હતાં. એ પછી જનસભાને સંબોધિત કરી હતી. તેમણે સૌથી પહેલાં ગુજરાતીમાં બોલવાનું શરૂ કરીને પછી હિન્દીમાં ભાષણ આપ્યું હતું અને એ પહેલાં કહ્યું હતું કે ‘આ પ્રોજેક્ટ સાથે દેશભરના લોકો જોડાયેલા છે એટલે માફ કરજો મારે હિન્દીમાં ભાષણ કરવું પડશે.’


ગઈ કાલે ભાવનગરમાં નરેન્દ્ર મોદીના રોડ-શો દરમ્યાન તેમની વિવિધ તસવીરોના કોલાજ સાથે એક મહિલા અને બાળકી.

અમેરિકા સાથે ચાલી રહેલી ટૅરિફની ભાંજગડ તેમ જ નવા ફૂટેલા H-1B વીઝા-ફીના વધારાના મામલે આડકતરો જવાબ આપતાં નરેન્દ્ર મોદીએ કહ્યું હતું કે ‘વિશ્વમાં આપણો કોઈ જ મોટો દુશ્મન નથી. આપણો સૌથી મોટો દુશ્મન બીજા દેશો પરની આપણી નિર્ભરતા છે. આપણે સૌએ મળીને ભારતના આ દુશ્મન, નિર્ભરતાના દુશ્મનને હરાવવાનો છે. આપણે યાદ રાખવાનું છે કે અતિશય વિદેશી નિર્ભરતા રાષ્ટ્રીય નિષ્ફળતા વધારનારી છે. ચિપ હોય કે શિપ, આપણે ભારતમાં જ એમનું નિર્માણ કરવું જોઈએ. વિશ્વશાંતિ, સ્થિરતા અને સમૃદ્ધિ માટે વિશ્વના સૌથી વધુ વસ્તી ધરાવતા દેશે આત્મનિર્ભર બનવું જોઈએ. અન્ય લોકો પર નિર્ભરતા રાષ્ટ્રીય આત્મસન્માન સાથે સમાધાન કરે છે. ૧.૪ અબજ ભારતીયોનું ભવિષ્ય બાહ્ય પરિબળો પર છોડી શકાય નહીં. ૧૦૦ સમસ્યાઓનો એક જ ઉકેલ છે - આત્મનિર્ભર ભારતનું નિર્માણ. આ હાંસલ કરવા માટે ભારતે પડકારોનો સામનો કરવો પડશે અને સાચી આત્મનિર્ભરતા દાખવવી પડશે.’

પોતાનું પેઇન્ટિંગ વડા પ્રધાને સામેથી મગાવતાં છોકરો ભાવુક થઈ ગયો 

સભા લગભગ પૂરી થવા આવી ત્યારે નરેન્દ્ર મોદીનું ધ્યાન છેક આગળ તેમનું પેઇન્ટિંગ લઈને ઊભેલા બાળક તરફ ગયું હતું. પેઇન્ટિંગ ઊંચું કરીને સતત વડા પ્રધાનનું ધ્યાન ખેંચવાની કોશિશ કરતા આ બાળક પાસેથી ચિત્ર મગાવતાં છોકરો ભાવુક થઈને રડી પડ્યો હતો. તેમણે કહ્યું હતું કે ‘આ એક નાનું બાળક ચિત્ર બનાવીને લાવ્યું છે. ક્યારથી ઊભું છે. તેના હાથ દુખતા હશે. કોઈ જરા એને કલેક્ટ કરો. શાબાશ દીકરા, રડવાની જરૂર નથી. ચિત્ર મળી ગયું છે. જો એમાં ઍડ્રેસ લખ્યું હશે તો હું તને જરૂર ચિઠ્ઠી લખીશ. બાળકોના પ્રેમથી મોટી જિંદગીની મૂડી બીજી શું હોઈ શકે?’

રોડ-શોમાં લોકોનો રોમાંચ જોવા જેવો હતો.

ધોલેરાનું હવાઈ નિરીક્ષણ કર્યું વડા પ્રધાને 


ગુજરાતની વિઝિટ સાથે નરેન્દ્ર મોદીએ ધોલેરાના ગ્રીનફીલ્ડ ઔદ્યોગિક કેન્દ્રનું હવાઈ સર્વેક્ષણ કર્યું હતું. તેમણે આ સર્વેનો વિડિયો શૅર કર્યો હતો. ધોલેરાનું આ સ્પેશ્યલ ઇન્વેસ્ટમેન્ટ ક્ષેત્ર અમદાવાદથી ૧૦૦ કિલોમીટર દક્ષિણે છે. આ સાથે જ લોથલમાં નિર્માણાધીન રાષ્ટ્રીય સમુદ્રી વિરાસત પરિસરના કામની પણ તેમણે સમીક્ષા કરી હતી. 

 

 

 

 

Whatsapp-channel Whatsapp-channel

21 September, 2025 07:13 AM IST | Bhavnagar | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK