હરતીફરતી ટ્રકને ગુલાબ અને ગલગોટાથી સજાવવામાં આવી છે. હલકા ગુલાબી રંગના પડદા ચોતરફ લગાવેલા છે અને ટ્રકની અંદર જ લગ્નની ચોરી બનાવી દેવાઈ છે અને એ ધીમે-ધીમે રોડ પર ચાલી રહી છે.
હરતોફરતો ટ્રક-મંડપ
ભારતમાં અલગ રીતે લગ્ન કરવાનો ક્રેઝ જબરો છે. લગ્નના મંડપની સજાવટમાં પણ જાતજાતની થીમ વપરાય છે. જોકે ગુરુગ્રામમાં એક લગ્નમંડપ એવો રચાયો કે ઓપન ટ્રકમાં બનાવવામાં આવ્યો હતો. રોડ પર ધીમી ગતિએ જઈ રહેલી એક ટ્રકમાં સજીધજીને દુલ્હો-દુલ્હન અગ્નિની સાક્ષીએ વિધિ કરી રહ્યાં છે અને ગોરમહારાજ પણ છે. હરતીફરતી ટ્રકને ગુલાબ અને ગલગોટાથી સજાવવામાં આવી છે. હલકા ગુલાબી રંગના પડદા ચોતરફ લગાવેલા છે અને ટ્રકની અંદર જ લગ્નની ચોરી બનાવી દેવાઈ છે અને એ ધીમે-ધીમે રોડ પર ચાલી રહી છે. આસપાસમાંથી પસાર થતા લોકોએ આ ટ્રકનો વિડિયો સોશ્યલ મીડિયા પર શૅર કર્યો હતો. હવે લગ્નના હૉલનું ભાડું આસમાનને આંબી રહ્યું છે ત્યારે આ હરતીફરતી લગ્નની ચોરી બહુ સારો વિકલ્પ છે.
