° °

આજનું ઇ-પેપર
Wednesday, 06 July, 2022


શિવલિંગના મુદ્દે અશ્લીલ ટિપ્પણી કરનાર એઆઇએમઆઇએમના દાનિશ કુરેશીની ધરપકડ

19 May, 2022 10:22 AM IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

દેવાધિદેવ મહાદેવજીના શિવલિંગ બાબતે સોશ્યલ મીડિયામાં અભદ્ર ટિપ્પણી કરનાર અમદાવાદ સ્થિત એઆઇએમઆઇએમના નેતા દાનિશ કુરેશીની અમદાવાદ સાઇબર ક્રાઇમે ધરપકડ કરી છે.

દાનિશ કુરેશી

દાનિશ કુરેશી

 
અમદાવાદ ઃ દેવાધિદેવ મહાદેવજીના શિવલિંગ બાબતે સોશ્યલ મીડિયામાં અભદ્ર ટિપ્પણી કરનાર અમદાવાદ સ્થિત એઆઇએમઆઇએમના નેતા દાનિશ કુરેશીની અમદાવાદ સાઇબર ક્રાઇમે ધરપકડ કરી છે. આવી હરકતથી હિન્દુ સંગઠનોમાં રોષ ફેલાયો છે.
સાઇબર ક્રાઇમના અધિકારીએ મીડિયાને કહ્યું હતું કે ‘દાનિશ કુરેશીએ ટ્વિટર હૅન્ડલ પરથી અમુક હિન્દુ દેવી-દેવતાઓ વિશે અભદ્ર ભાષામાં લખાણ લખ્યું હતું એના આધારે ટ્વિટર હૅન્ડલનાં ટેક્નિકલ ઍનૅલિસિસ કરીને દાનિશ કુરેશીની ધરપકડ કરી છે. આવું તેણે શા માટે કર્યું એ વિશે તપાસ કરી રહ્યા છીએ.’
વિશ્વ હિન્દુ પરિષદે આની સામે વિરોધ ઉઠાવીને નરોડા પોલીસ-સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે તો કૉન્ગ્રેસે પણ દાનિશ કુરેશી સામે રોષ વ્યક્ત કરીને આ ઘટનાને વખોડી છે.

19 May, 2022 10:22 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

અન્ય લેખો

ગુજરાત સમાચાર

આવતા અડતાલીસ કલાક સૌરાષ્ટ્ર-કચ્છ જવાનું ટાળજો

મૉન્સૂન સિસ્ટમ ડેવલપ થતાં સૌરાષ્ટ્ર-કચ્છમાં આગામી અડતાલીસ કલાકમાં ભારેથી અતિભારે વરસાદ પડવાની ભારોભાર સંભાવના છે

06 July, 2022 11:39 IST | Mumbai | Gujarati Mid-day Correspondent
ગુજરાત સમાચાર

‘ભારત વિશ્વગુરુ છે, જો ને ભાજપ એની શાન..., મારો પરિવાર, ભાજપ પરિવાર...’

આવી રહેલી ગુજરાત વિધાનસભાની ચૂંટણીના પગલે બીજેપી ઍક્શન મોડમાં : ગુજરાતમાં બીજેપીનો ૨૨ લાખ ૬૦ હજારથી વધુ નવા સભ્યો બનાવવાનો લક્ષ્યાંક ઃ ૫૦ લાખથી વધુ પરિવારો સુધી પહોંચશે બીજેપી

06 July, 2022 10:29 IST | Mumbai | Gujarati Mid-day Correspondent
ગુજરાત સમાચાર

રક્ષક જ બન્યો ભક્ષક: ગુજરાતમાં સગા ભાઈએ જ કરી બહેનની ક્રૂરતાપૂર્વક હત્યા

ગુજરાતમાં લીંબડી તાલુકામાં આ ચોંકાવનારી ઘટના બની છે

05 July, 2022 09:49 IST | Gandhinagar | Gujarati Mid-day Online Correspondent

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK