Influencer Kamal Kaur Murder: પંજાબના ભટિંડાની ઈન્ફ્લુએન્સર કંચન કુમારી ઉર્ફે કમલ કૌર ભાભીનો મૃતદેહ હોસ્પિટલના પાર્કિંગમાંથી મળી આવ્યો; પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી દીધો છે અને હત્યાની શંકા સાથે તપાસ શરૂ કરી છે
પ્રતીકાત્મક ફાઇલ તસવીર
કી હાઇલાઇટ્સ
- ઈન્ફ્લુએન્સર કંચન કુમારી ઉર્ફે કમલ કૌર ભાભી લુધિયાણામાં રહેતી હતી
- આદેશ મેડિકલ યુનિવર્સિટીના કાર પાર્કિંગમાં પાર્ક કરેલી કારમાંથી કમલ કૌરનો મૃતદેહ મળી આવ્યો
- પંજાબ પોલીસે શરુ કરી આ કેસની તપાસ
પંજાબ (Punjab)ના ભટિંડા (Bhatinda)માં એક સનસનાટીભરી ઘટના પ્રકાશમાં આવી છે. અહીં સોશ્યલ મીડિયા ઈન્ફ્લુએન્સર કંચન કુમારી (Kanchan Kumari) ઉર્ફે કમલ કૌર (Kamal Kaur)નો મૃતદેહ એક કારમાંથી મળી આવ્યો હતો.
પંજાબના ભટિંડામાં, સોશિયલ મીડિયા ઈન્ફ્લુએન્સર કંચન કુમારી ઉર્ફે કમલ કૌર ભાભીનો મૃતદેહ હોસ્પિટલના પાર્કિંગમાં મળી આવતા સનસનાટી મચી ગઈ. પોલીસના જણાવ્યા અનુસાર, બુધવારે રાત્રે આદેશ મેડિકલ યુનિવર્સિટી (Adesh Medical University)ના કાર પાર્કિંગમાં પાર્ક કરેલી કારમાંથી કમલ કૌરનો મૃતદેહ મળી આવ્યો હતો. લુધિયાણા (Ludhiana)ની રહેવાસી કૌર સોશ્યલ મીડિયા પર સતત સક્રિય રહેતી હતી અને એવી ઘણી પોસ્ટ કરતી હતી જેના કારણે ઘણો વિવાદ થયો હતો. પંજાબ પોલીસ (Punjab Police) તમામ ખૂણાઓથી આ કેસની તપાસ કરી રહી છે.
ADVERTISEMENT
બુધવારે મોડી સાંજે ભટિંડાની આદેશ હોસ્પિટલના પાર્કિંગમાં એક કારમાંથી દુર્ગંધ આવતી હોવાની જાણ લોકોએ પંજાબ પોલીસને કરી ત્યારે હોબાળો મચી ગયો હતો. પોલીસે ઘટનાસ્થળે પહોંચીને કારની તપાસ કરી તો તેમને લગભગ ૩૦-૩૫ વર્ષની વયની એક મહિલાનો મૃતદેહ મળ્યો, જેની પછી ઓળખ થઈ ગઈ હતી. મૃતક મહિલા સોશ્યલ મીડિયા પર ખૂબ જ લોકપ્રિય છે અને તેનું નામ કમલ કૌર છે. જે લક્ષ્મણ નગર, લુધિયાણાની રહેવાસી છે.
લાશ મળ્યા બાદ વિસ્તારમાં સનસનાટી ફેલાઈ ગઈ હતી. પોલીસને માહિતી મળી હતી કે, હોસ્પિટલના પાર્કિંગમાં પાર્ક કરેલા શંકાસ્પદ વાહનમાંથી દુર્ગંધ આવી રહી છે. જ્યારે તપાસ કરવામાં આવી ત્યારે કારની અંદરથી એક મહિલાનો મૃતદેહ મળી આવ્યો હતો, જેની ઉંમર આશરે ૩૫ વર્ષની હોવાનું અનુમાન લગાવવામાં આવ્યું હતું. મહિલાનો મૃતદેહ કારની પાછળની સીટ પરથી મળી આવ્યો હતો. શરૂઆતની તપાસમાં હત્યાની શંકા છે. પોલીસ અધિકારીએ જણાવ્યું હતું કે, કારને ઘટનાસ્થળે જ કોર્ડન કરવામાં આવી હતી અને મૃતદેહને કસ્ટડીમાં લઈ પોસ્ટમોર્ટમ માટે મોકલવામાં આવ્યો હતો. કાર છોડીને ભાગી ગયેલા શંકાસ્પદ વ્યક્તિની શોધ શરૂ કરવામાં આવી છે.
જે વાહનમાં મૃતદેહ મળી આવ્યો હતો તેની નંબર પ્લેટ લુધિયાણા હતી, પરંતુ પોલીસને શંકા છે કે આ નંબર નકલી હોઈ શકે છે. આ સંદર્ભમાં, લુધિયાણા આરટીઓ પાસેથી વાહન વિશે માહિતી એકત્રિત કરવામાં આવી રહી છે અને પોલીસ ટીમ લુધિયાણા મોકલવામાં આવી છે. પોલીસ હત્યાનું કારણ, ઓળખ છુપાવવાનો પ્રયાસ અને લાશને અહીં લાવવા અને છુપાવવા પાછળનો હેતુ - બધા જ ખૂણાઓથી તપાસ કરી રહી છે. હાલમાં, પોલીસે વાહનને કબજે કરી તપાસ શરૂ કરી છે અને આસપાસના સીસીટીવી ફૂટેજ પણ સ્કેન કરવામાં આવી રહ્યા છે.
નોંધનીય છે કે, ૯ જુનના રોજ સાંજે સોશ્યલ મીડિયા ઈન્ફ્લુએન્સર કંચન કુમારી ઉર્ફે કમલ કૌર ૯ જૂનના રોજ કમલ કૌર તેની માતાને કહીને ઘરેથી નીકળી ગઈ કે, તે એક પ્રમોશનલ કાર્યક્રમમાં હાજરી આપવા જઈ રહી છે. બાદમાં તેનો સંપર્ક થઈ શક્યો નહોતો.

