Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > ગુજરાત સમાચાર > આર્ટિકલ્સ > Ahmedabad New Year Rule: અમદાવાદીઓ થર્ટી ફર્સ્ટની મોડી રાત્રે માત્ર 35 મિનિટ ફોડી શકશે ફટાકડાં

Ahmedabad New Year Rule: અમદાવાદીઓ થર્ટી ફર્સ્ટની મોડી રાત્રે માત્ર 35 મિનિટ ફોડી શકશે ફટાકડાં

Published : 26 December, 2023 11:40 AM | IST | Ahmedabad
Gujarati Mid-day Online Correspondent | gmddigital@mid-day.com

Ahmedabad New Year Rule: હવે અમદાવાદીઓ નવા વર્ષની ઉજવણીમાં રાત્રે 11.55થી 12.30 સુધીના સમયમાં જ ફટાકડા ફોડી શકશે.

ફટાકડાંની પ્રતીકાત્મક તસવીર

ફટાકડાંની પ્રતીકાત્મક તસવીર


કી હાઇલાઇટ્સ

  1. હવે અમદાવાદીઓ નવા વર્ષની ઉજવણીમાં રાત્રે માત્ર 35 મિનિટ જ ફટાકડાં ફોડી શકશે
  2. જાહેર માર્ગો, સાઇલેન્ટ ઝોન પર ફટાકડા ફોડવા પર પ્રતિબંધ છે
  3. કાંકરિયા કાર્નિવલના દરેક ગેટ પર મહિલાઓની સુરક્ષા માટે મહિલા પોલીસની ટીમ તૈનાત કરાશે

Ahmedabad New Year Rule: થર્ટી ફર્સ્ટ હવે નજીકમાં છે. આ દિવસે મોડી રાત્રે ન્યુ યરની પાર્ટી કરવા લોકોમાં ભારે ઉત્સાહ જોવા મળતો હોય છે. 31મી ડિસેમ્બરના રોજ રાત્રે શહેરોમાં ફટાકડા પણ ફોડવામાં આવતા હોય છે. હવે અમદાવાદ શહેરમાં આ વર્ષે થર્ટી ફર્સ્ટ અને કાંકરિયા કાર્નિવલને લઇને પોલીસનો એક્શન પ્લાન (Ahmedabad New Year Rule) તૈયાર કરવામાં આવ્યો છે. અને કોઈ પણ સુરક્ષા ભંગ ન થાય તે માટે કડક કાર્યવાહી પણ કરવામાં આવશે.

એવી પણ માહિતી સામે આવી છે કે શહેરમાં 17 જેટલા પાર્ટી પ્લોટ અને ક્લબોમાં થર્ટી ફર્સ્ટની ઉજવણી કરવાનું આયોજન કરવામાં આવ્યું છે. આ વર્ષે તો કાંકરિયા કાર્નિવલ ફેસ્ટિવલ પણ ભવ્યતાથી ઉજવવામાં આવશે.



શું છે ફટાકડા ફોડવા માટેનો સમય?


હવે અમદાવાદીઓ નવા વર્ષની ઉજવણીમાં રાત્રે 11.55થી 12.30 સુધીના સમયમાં જ ફટાકડા ફોડી (Ahmedabad New Year Rule) શકશે. આ ચોક્કસ સમય આપવામાં આવ્યો છે. તેમાં પણ જાહેર માર્ગો અને સાઇલેન્ટ ઝોન તરીકે ઘોષિત કરવામાં આવેલા સ્થળો પર ફટાકડા ફોડવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. 

આ વર્ષે તો શહેરમાં નવા વર્ષની ઉજવણી તેમ જ કાંકરિયા કાર્નિવલનો ઉત્સવ હોવાથી પોલીસ તંત્ર સજ્જ થઈ ગયું છે. કાર્નિવલના દરેક ગેટ પર મહિલાઓની સુરક્ષા માટે મહિલા પોલીસની ટીમ પણ તૈનાત કરવામાં આવનાર છે. સવારે 10થી રાત્રીના 10 વાગ્યા સુધી આ કાર્નિવલ ખુલ્લુ રાખવામાં (Ahmedabad New Year Rule) આવશે. કાંકરિયા કાર્નિવલમાં 2 DCP, 6 ACP, 16 PI, 63 PSI, 13 મહિલા PSI, 760 પોલીસ જવાનો, 250 મહિલા પોલીસ, SRPની એક કંપની અને 150 હોમગાર્ડ જવાનો બંદોબસ્તમાં રહેશે.


ક્યારથી ઉજવાય છે કાંકરિયા કાર્નિવલ?

અમદાવાદ શહેરમાં વર્ષ ૨૦૦૮થી આ ઉત્સવ ઉજવાય છે. અટલ બિહારી વાજપાઈના જન્મદિન નિમિત્તે આંતરરાષ્ટ્રીય મનોરંજન કેન્દ્ર તરીકે વિકાસ થયેલ કાંકરીયા તળાવ ખાતે દરવર્ષે કાંકરિયા કાર્નિવલનું આયોજન થતું હોય છે જેમાં મોટી સંખ્યામાં શહેરીજનો અને અન્ય લોકો આવતા હોય છે.

આ વર્ષે શું છે આકર્ષણનું કેન્દ્ર?

આ વર્ષે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા કાંકરિયા કાર્નિવલ ૨૦૨3માં પ્રથમ દિવસે ‘વસુધૈવ કુટમ્બકમ - એક ધરતી - એક પરિવાર - એક ભવિષ્ય’ આ થીમ નક્કી કરવામાં આવી છે. આ થીમને આધારે જુદા જુદા સાંસ્કૃતિક કાર્યક્રમ પણ આયોજિત કરવાંઆ આવ્યાં છે. આ વર્ષે યુનેસ્કો દ્વારા ગુજરાતના હેરીટેજ ગરબાને સન્માન મળ્યું છે તેની સાથે રાજસ્થાનના ઘુમ્મર, પંજાબના ભાંગડા, આસામના બીહુ, મહારાષ્ટ્રની લાવણી, કથકલી, ક્લાસિકલ તેમજ અન્ય દેશોના પ્રખ્યાત નૃત્યો પ્રસ્તુત કરવામાં આવશે.

Whatsapp-channel Whatsapp-channel

26 December, 2023 11:40 AM IST | Ahmedabad | Gujarati Mid-day Online Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK