Gujarati Mid-day
Happiest Places to Work

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > ગુજરાત સમાચાર > આર્ટિકલ્સ > કાંદાની આડમાં ગાંજાની હેરાફેરી

કાંદાની આડમાં ગાંજાની હેરાફેરી

Published : 15 February, 2026 12:34 PM | IST | Ahmedabad
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

બે કરોડ રૂપિયાથી વધુ કિંમતના ૪૦૬ કિલોથી વધુ ગાંજાના જથ્થા સાથે અમદાવાદની ક્રાઇમ બ્રાન્ચે મહારાષ્ટ્રના બે જણને પકડ્યા

કાંદાની ગૂણીઓમાં ગાંજો છુપાવીને લાવ્યા હતા.

કાંદાની ગૂણીઓમાં ગાંજો છુપાવીને લાવ્યા હતા.


કાંદાની આડમાં ગાંજાની હેરાફેરી કરતા બે આરોપીઓને બે કરોડથી વધુની કિંમતના ૪૦૬.૩૫૦ કિલો ગાંજાના જથ્થા સાથે અમદાવાદ શહેરની ક્રાઇમ બ્રાન્ચે ઝડપી લીધા હતા.
ક્રાઇમ બ્રાન્ચને બાતમી મળી હતી કે શુક્રવારે રાતે એક પિક-અપ ગાડીમાં મહારાષ્ટ્ર તરફથી કાંદાના જથ્થાની આડમાં ગેરકાયદે ગાંજાનો જથ્થો લાવવામાં આવી રહ્યો છે. આ માહિતી મળતાં ક્રાઇમ બ્રાન્ચે વૉચ ગોઠવી હતી અને અમદાવાદના નારોલ સર્કલ પાસે એક પિક-અપ ગાડીને રોકીને તપાસ કરતાં કાંદાની આડમાં કુલ ૪૦૬.૩૫૦ કિલો ગાંજાનો જથ્થો મળી આવ્યો હતો. આ જથ્થો લઈ આવનાર મહારાષ્ટ્રના ધુળે જિલ્લાના શિરપુર તાલુકાના હેદારીપાટામાં રહેતા દીપક જાટ અને ધુળે જિલ્લાના શિરપુર તાલુકાના જોઇદા ગામના સતેસ ઉર્ફે સતેજ પાવરાની ધરપકડ કરી હતી. તેમની સામે ગુનો નોંધીને વધુ તપાસ શરૂ કરવામાં આવી છે.

પકડાયેલા આરોપીઓની પોલીસે કરેલી પ્રાથમિક પૂછપરછમાં એવું જાણવા મળ્યું હતું કે આ ગાંજાનો જથ્થો મધ્ય પ્રદેશ અને મહારાષ્ટ્ર સરહદ પર આવેલા કરમાલા ગામ ખાતેથી સાગર પાવરા તથા શાંતારામ પાવરા નામની વ્યક્તિઓએ ભરી આપ્યો હતો. આ જથ્થો અમદાવાદમાં આપવાનો હતો.


Whatsapp-channel Whatsapp-channel

15 February, 2026 12:34 PM IST | Ahmedabad | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK