Gujarati Mid-day
Happiest Places to Work

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > મને ફૅશનમાં કામ કરવાની બિલકુલ ઇચ્છા નહોતી

મને ફૅશનમાં કામ કરવાની બિલકુલ ઇચ્છા નહોતી

Published : 15 February, 2026 01:18 PM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

કંગનાએ જણાવ્યું કે એ સમયે મારી પાસે આ ફિલ્મમાં કામ કરવા સિવાય બીજો કોઈ ખાસ વિકલ્પ નહોતો

કંગના રનૌત

કંગના રનૌત


કંગના રનૌતે પોતાની કરીઅરની શરૂઆત લીડ ઍક્ટ્રેસ તરીકે કરી હતી, પણ ૨૦૦૮માં રિલીઝ થયેલી ફિલ્મ ‘ફૅશન’માં તેણે સપોર્ટિંગ રોલ કર્યો હતો. જોકે આ ફિલ્મ કંગનાની કરીઅર માટે ટર્નિંગ પૉઇન્ટ સાબિત થઈ હતી. આ ફિલ્મ માટે તેને બેસ્ટ સપોર્ટિંગ ઍક્ટ્રેસનો નૅશનલ અવૉર્ડ મળ્યો હતો. જોકે બહુ ઓછા લોકોને ખબર છે કે શરૂઆતમાં કંગના આ ફિલ્મ કરવા માટે તૈયાર નહોતી, કારણ કે તે સપોર્ટિંગ રોલ કરવા નહોતી ઇચ્છતી કંગનાએ પોતાના એક ઇન્ટરવ્યુમાં ખુલાસો કર્યો છે કે ‘હું મધુર ભંડારકરની ફિલ્મ ‘ફૅશન’માં કામ કરવા માટે શરૂઆતમાં તૈયાર નહોતી. ‘ગૅન્ગસ્ટર’ અને ‘વો લમ્હેં’ જેવી ફિલ્મોમાં હું લીડ ઍક્ટ્રેસ રહી હતી, જ્યારે ‘ફૅશન’માં મારો રોલ ઘણો નાનો હતો. જોકે ‘ગૅન્ગસ્ટર’ પછી મારો કરીઅર-ગ્રાફ ધીમે-ધીમે નીચે જઈ રહ્યો હતો અને મારી પાસે ખાસ વિકલ્પો નહોતા. ભલે ‘ફૅશન’માં મારો રોલ નાનો હતો, પરંતુ એના માટે પણ મેં ખૂબ મહેનત કરી હતી. એ સમયે હું ઘરમાં પણ હીલ્સ પહેરીને કૅટવૉકની પ્રૅક્ટિસ કરતી હતી. સાથે જ ડ્રગ-ઍડિક્ટના સીન માટે સિગારેટ કેવી રીતે પીવી, કોકેન કેવી રીતે લેવાય છે અને એની શરીર પર કેવી અસર થાય છે એ વિશે પણ ઊંડાણપૂર્વક રિસર્ચ કર્યું હતું. મેં આ બધું કર્યું કારણ કે મને અંદરથી ખબર હતી કે કદાચ આ ફિલ્મ મારો છેલ્લો ચાન્સ હતો.’


Whatsapp-channel Whatsapp-channel

15 February, 2026 01:18 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK