અમેરિકાની મહિલા સારા ઍડમ્સે ૯ જૂને કહેલું કે ભારતમાં બે-ત્રણ દિવસમાં કંઈક મોટું થવાનું છે, અફઘાનિસ્તાનમાં એનું પ્લાનિંગ થઈ ગયું છે અને અલ-કાયદા પણ એમાં સામેલ હોઈ શકે છે
સારા ઍડમ્સ (ડાબે) અને તેનું ટ્વિટ (જમણે ઉપર), પ્લેન ક્રેશના વીડિયો ફુટેજ (જમણે નીચે)
છેલ્લા બે દિવસથી સોશ્યલ મીડિયાથી લઈને સમાચારોમાં અમદાવાદના પ્લેન ક્રૅશની ભયાવહ ઘટનાની કરુણ કહાણીઓ બહાર આવી રહી છે. પ્લેન જ્યાં પડ્યું એ જગ્યાએ પણ ઘણી જાનહાનિ થઈ અને આંકડો ૨૬૫ને પાર જતો રહ્યો છે. એવિયેશન નિષ્ણાતો અને વૈશ્વિક એજન્સીઓ એ શોધવાની કોશિશ કરી રહ્યાં છે કે આ ઘટના થઈ કઈ રીતે? પ્લેન ટેક-ઑફ થતાંની સાથે જ પડી ભાંગ્યું અને ‘મે ડે’ કૉલનો ઍર ટ્રાફિક કન્ટ્રોલ પરથી કોઈ પ્રતિભાવ આવે એ પહેલાં જ એ કેવી રીતે ક્રૅશ થઈ ગયું?
જોકે આ ઘટના અકસ્માત નહોતી પણ સમજી-વિચારીને કરવામાં આવેલું કાવતરું હતું એ સંભાવનાઓ વિશે પણ સોશ્યલ મીડિયામાં વાતો ચાલી રહી છે. આ વાતો સાવ જ પાયાવિહોણી પણ નથી. સાજિશની આ થિયરીમાં કેટલાક એવા સવાલો ઉઠાવવામાં આવ્યા છે જે આ સંભાવના પર વિચારવા મજબૂર કરે એવા છે.
ADVERTISEMENT
વિડિયો કોણે લીધો?
પ્લેન અમદાવાદ ઍરપોર્ટ પરથી ટેક-ઑફ કરી રહ્યું છે એ જ વખતનો ચોક્કસ ઍન્ગલથી વિડિયો ઘટનાની થોડી જ ક્ષણોમાં વાઇરલ થયો હતો. સવાલ એ છે કે કોણ અને કેમ આ વિડિયો બનાવી રહ્યું હતું? પ્લેન ટેક-ઑફ થાય છે અને ધમાકો થાય છે એ વિડિયોમાં કેદ થઈ જાય છે એ સંયોગ જ છે કે શું?
૯ તારીખે સોશ્યલ મીડિયા પર ટ્વીટ
ચલો આ વિડિયોને સંયોગ જ માની લઈને અવગણીએ તો બીજો સવાલ એ છે કે આ ઘટના ઘટી એના ૩-૪ દિવસ પહેલાં જ સારા ઍડમ્સ નામની એક અમેરિકન મહિલાએ સોશ્યલ મીડિયા પર દાવો કર્યો હતો કે ભારતમાં કંઈક બહુ જ મોટું ઑપરેશન થવા જઈ રહ્યું છે. કદાચ કોઈ અંદાજ પણ નહીં લગાવી શકે કે એનું અફઘાનિસ્તાનમાં પ્લાનિંગ થઈ ચૂક્યું છે અને અલ-કાયદાના આતંકવાદીઓ પણ એ પ્લાનિંગમાં સામેલ છે અને બે-ત્રણ દિવસમાં જ ભારતમાં ઑપરેશન થશે ત્યારે એની ગુંજ આખી દુનિયામાં પહોંચશે. સવાલ એ થાય કે આવો દાવો કરનારી સારા ઍડમ્સ છે કોણ? સારા એ મહિલા છે જે અમેરિકાની CIA સાથે કામ કરી ચૂકી છે અને FBI સાથે નિયમિત સંપર્કમાં રહી છે અને સાઉથ એશિયામાં તેનું નેટવર્ક સ્ટ્રૉન્ગ છે. સારાએ ૧૨ જૂને નહીં, ખૂબ ઍડ્વાન્સમાં ૯ જૂને દાવો કર્યો હતો કે ભારતમાં એક ઑપરેશન હાથ ધરવાનું અફઘાનિસ્તાનમાં આયોજન થઈ રહ્યું છે. ભલે એ વખતે તો સારાની ચેતવણીને માત્ર ભડકાઉ ગણીને અવગણવામાં આવી, પરંતુ હવે તેની ટ્વીટ અને આ ઘટનાને સાંકળીને તપાસ કરવી જરૂરી છે.
બોઇંગ સિસ્ટમ હૅક થઈ શકે

રુબેન સૅન્ટામાર્ટા
રુબેન સૅન્ટામાર્ટા નામના યુરોપિયન સાઇબર સિક્યૉરિટી એક્સપર્ટે ૨૦૧૯માં દાવો કર્યો હતો કે દુનિયાના કોઈ પણ શહેરમાં બેસીને બોઇંગ વિમાનો કે પૅસેન્જર ટ્રેનને હૅક કરી શકાય છે. મતલબ કે વ્યક્તિ દૂર ક્યાંક બીજા દેશમાં બેસીને બોઇંગની સિસ્ટમને હૅક કરીને પ્લેનની ઉડાનમાં ગરબડ કરી શકે છે. આ કામ ટેક-ઑફ કે લૅન્ડિંગ દરમ્યાન કરવાનું સરળ હોય છે, કેમ કે એ જ વખતે ફ્લાઇટની તમામ સિસ્ટમો ઑન અને ફુલ્લી ફંક્શનલ હોય છે. જો કોઈ માણસ પહેલેથી તૈયારી કરીને બેઠો હોય તો પ્લેન શરૂ થતાં જ એને હૅક કરીને આવી દુર્ઘટનાને અંજામ આપી શકાય છે. આ ટેક્નૉલૉજીની વાત પાંચથી છ વર્ષ પહેલાંથી થઈ રહી છે જેને હવે એક્ઝિક્યુટ કરવાનું સાઇબર હૅકર્સ માટે શક્ય છે.
જો કોઈ પહેલેથી જ આ દુર્ઘટના થવાની રાહ જોઈ રહ્યું હોય તો તેણે જ પ્લેનના ટેક-ઑફનો વિડિયો લેવાની ટાંપીને રાહ જોઈ હોઈ શકે જેથી ધમાકો સફળ થયો કે નહીં એનો રિપોર્ટ રાખી શકાય.
ખરેખર હકીકતમાં આવું થયું હતું કે નહીં એ તો આ વિષયમાં વધુ તપાસ કરતાં જ ખબર પડશે, પરંતુ અત્યારે દુનિયામાં જે માહોલ ચાલી રહ્યો છે અને પાકિસ્તાન જે રીતે ભારતની વિરુદ્ધમાં કંઈ પણ કરવાની વાત કરી રહ્યું છે ત્યારે આ શક્ય છે. પાકિસ્તાન કે પાકિસ્તાની એજન્સી એકલી આ કામને અંજામ ન આપી શકે એટલે સંભાવનાઓ એ પણ છે કે એમાં બીજા દેશે પાછલા બારણે સાથ આપ્યો હોય.


