Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > ગુજરાત સમાચાર > આર્ટિકલ્સ > કચ્છમાં યાત્રાધામ હાજીપીરને જોડતા ૩૨ કિલોમીટરના માર્ગ પર બની રહ્યો છે CC રોડ

કચ્છમાં યાત્રાધામ હાજીપીરને જોડતા ૩૨ કિલોમીટરના માર્ગ પર બની રહ્યો છે CC રોડ

Published : 29 July, 2026 10:13 AM | IST | Kutch
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

રોડ બની ગયા બાદ સ્થાનિકોની અવરજવર અને યાત્રાળુઓની યાત્રા બનશે સુગમ ઃ રસ્તો ધોવાઈ જવાની કે ખરાબ થવાની સમસ્યા થશે દૂર

રોડ બનાવવાની કામગીરી ચાલી રહી છે.

રોડ બનાવવાની કામગીરી ચાલી રહી છે.


કચ્છમાં આવેલા યાત્રાધામ હાજીપીરને જોડતા ૩૨ કિલોમીટરના દેશલપર–હાજીપીર માર્ગ સિમેન્ટ કૉન્ક્રીટ (CC)નો બની રહ્યો છે. આ રોડ તૈયાર થઈ ગયા બાદ સ્થાનિકો માટે કાયમી અવરજવર કરવી સુગમ બની રહેશે તેમ જ હાજીપીરે આવતા યાત્રાળુઓની યાત્રા સરળ બનશે.  

હાજીપીરને જોડતા ૩૨ કિલોમીટર લાંબા દેશલપર–હાજીપીર રસ્તાનું કામ હાલમાં યુદ્ધના ધોરણે ચાલી રહ્યું છે. વાહનચાલકો અને સ્થાનિક નાગરિકોને મુસાફરીમાં પડતી મુશ્કેલીઓને દૂર કરી આ સમસ્યાનો કાયમી ઉકેલ લાવવા માટે રાજ્યના માર્ગ અને મકાન વિભાગ દ્વારા ૯૫.૬૦ કરોડ રૂપિયાના ખર્ચે ૩૨ કિલોમીટર લાંબો અને ૭ મીટર પહોળો CC રોડ મંજૂર કરવામાં આવ્યો હતો. હાલમાં આ રોડની ૭૫ ટકા જેટલી કામગીરી પૂરી થઈ છે. આ નવો CC રોડ બનવાથી ચોમાસા દરમ્યાન રસ્તો ધોવાઈ જવો કે ખરાબ થવાની સમસ્યા દૂર થશે. તદુપરાંત હાજીપીર ખાતે દર્શન માટે આવતા અગણિત શ્રદ્ધાળુઓ માટેની યાત્રા સુગમ બની રહેશે. 


Whatsapp-channel Whatsapp-channel

29 July, 2026 10:13 AM IST | Kutch | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK