Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > મુંબઈના ૯૦૦ આંદોલનકારીઓ વિરુદ્ધ નહીં થાય પોલીસકાર્યવાહી

મુંબઈના ૯૦૦ આંદોલનકારીઓ વિરુદ્ધ નહીં થાય પોલીસકાર્યવાહી

Published : 29 July, 2026 08:09 AM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

આંદોલનમાં ભાગ લેનારા રાજ્યના બધા જ લોકો વિરુદ્ધ નોંધાયેલા ગુના રદ કરવાનો મુખ્ય પ્રધાનનો આદેશ

દેવેન્દ્ર ફડણવીસ

દેવેન્દ્ર ફડણવીસ


કૉક્રૉચ જનતા પાર્ટી (CJP)ના સમર્થનમાં કેન્દ્રીય શિક્ષણપ્રધાન ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામાની માગણી સાથે મુંબઈમાં દાદરના શિવાજી પાર્ક સહિત રાજ્યમાં અનેક ઠેકાણે આંદોલન કરાયું એ દરમ્યાન અેમાં સામેલ થનારાઓ વિરુદ્ધ નોંધાયેલા ગુના પાછા ખેંચવાનો આદેશ મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે આપ્યો છે. આંદોલનમાં ભાગ લેનારા વિદ્યાર્થીઓ તથા અન્ય યુવાઓ વિરુદ્ધ આખા રાજ્યમાં કોઈ પણ ગંભીર ગુના નોંધાયા નથી અને ફક્ત કાયદાની નાની-મોટી કલમો હેઠળ તેમના વિરુદ્ધ ગુના નોંધાયા છે એ વાતની નોંધ લઈને દેવેન્દ્ર ફડણવીસે ગૃહખાતાને ગુના પાછા ખેંચવાની પ્રક્રિયા શરૂ કરવાનો આદેશ મંગળવારે આપ્યો હતો. 

વરલી, દાદર, સાયન, માહિમ અને શિવાજી પાર્ક જેવાં પોલીસ-સ્ટેશનોમાં મુબઈમાં જ આંદોલનમાં સહભાગી થનારા ૯૦૦ જણ વિરુદ્ધ ગુના નોંધાયા હતા અને ૧૦થી વધુ ફર્સ્ટ ઇન્ફર્મેશન રિપોર્ટ (FIR) નોંધાયો હતો. એ જ રીતે મહારાષ્ટ્રમાં અન્ય જગ્યાઓએ પણ આંદોલન કરનારાઓ વિરુદ્ધ ગુના નોંધાયા હતા જે પાછા ખેંચવાનો આદેશ દેવેન્દ્ર ફડણવીસે આપ્યો છે. બિહાર બાદ હવે મહારાષ્ટ્રમાં પણ આંદોલનકારીઓ વિરુદ્ધ પોલીસકાર્યવાહી ન કરવાનો નિર્ણય લેવાતાં CJPના સમર્થકોએ દેવેન્દ્ર ફડણવીસના આ નિર્ણયને આવકાર્યો હતો.


Whatsapp-channel Whatsapp-channel

29 July, 2026 08:09 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK