° °

આજનું ઇ-પેપર
Monday, 06 February, 2023


Gujarat Results Bullet Points: આ દિવસે પીએમની હાજરીમાં ભૂપેન્દ્ર પટેલ લેશે શપથ

08 December, 2022 05:48 PM IST | Ahmedabad
Gujarati Mid-day Online Correspondent | gmddigital@mid-day.com

ગુજરાતમાં મતગણતરી ચાલુ થઇ ત્યારથી જ ભાજપા આગળ છે તે સ્પષ્ટ દેખાયું અને હવે એ ઘડી આવી છે જ્યાં ભાજપા માધવસિંહ સોલંકીનો રેકોર્ડ તોડે તેવી વકી છે

ભૂપેન્દ્ર પટેલ અને સીઆર પાટિલ

ભૂપેન્દ્ર પટેલ અને સીઆર પાટિલ

ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં (Gujarat Election Results) ભાજપાને (BJP)બહુમત મળી ગયો છે અને આ તરફ હિમાચલમાં પણ શરૂઆતના કલાકોમાં જ ભાજપા તરફી માહોલ જોવા મળ્યો હતો જો કે પછીથી તે કોંગ્રેસ તરફ વળ્યો હતો.  મતગણતરી શરૂ થઈ ગઈ છે.  શેડ્યૂલ મુજબ, વિધાનસભા ચૂંટણી 2022 હેઠળ, 182 વિધાનસભા બેઠકોવાળી ગુજરાત વિધાનસભા માટે 1 ડિસેમ્બર, 2022 અને 5 ડિસેમ્બર, 2022 ના રોજ બે તબક્કામાં મતદાન યોજાયું હતું. ગુજરાત ચૂંટણી 2022 (ગુજરાત ચૂંટણી)ના પ્રથમ તબક્કામાં 89 બેઠકો પર અને બીજા તબક્કામાં 93 બેઠકો પર મતદાન થયું હતું.

આ પણ વાંચોઃ કોંગ્રેસના એ નેતા જેનો રેકોર્ડ મોદી પણ નથી તોડી શક્યા, ગુજરાતમાં હજી પણ BJPનું સપનું

ગુજરાત ચૂંટણીના બુલેટ પોઇન્ટ્સ

 •  
 • ગુજરાતમાં હારની જવાબદારી લેતા કોંગ્રેસના પ્રદેશ પ્રભારી રઘુ શર્માએ રાજીનામું આપી દીધું છે.
 • ચૂંટણી પંચના જણાવ્યા અનુસાર, ગુજરાતમાં ભાજપ 42 બેઠકો જીતી છે અને 115 બેઠકો પર આગળ છે, જ્યારે કોંગ્રેસ 3 બેઠકો જીતીને 13 બેઠકો પર આગળ છે. સમાજવાદી પાર્ટી 1 અને AAP 5 સીટો પર આગળ છે, મતગણતરી ચાલી રહી છે.
 • ગુજરાતમાં 12 ડિસેમ્બરે બપોરે 2 વાગ્યે શપથ ગ્રહણ સમારોહ યોજાશે. ભૂપેન્દ્ર પટેલ ફરી એકવાર મુખ્યમંત્રી પદના શપથ લેશે. આ સમારોહમાં પીએમ મોદી અને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ પણ ભાગ લેશે. રાજ્ય ભાજપ પ્રમુખ સીઆર પાટીલે આ માહિતી આપી હતી.
 • જામનગર ઉત્તરના ભાજપના ઉમેદવાર રીવાબા જાડેજાએ તેમના પતિ અને ક્રિકેટર રવિન્દ્ર જાડેજા સાથે જામનગરમાં રોડ શો કર્યો હતો.
 • ખંભાળિયા બેઠક પરથી આમ આદમી પાર્ટીના મુખ્યમંત્રી પદના ઉમેદવાર ઇસુદાન ગઢવી ભાજપના મૂળુભાઇથી 6,185 મતોથી પાછળ છે. કોંગ્રેસના વિક્રમ અરજણભાઈ માડમ પણ પાછળ છે.
 • ગુજરાતમાં પાટીદાર અનામત આંદોલનનો ચહેરો હાર્દિક પટેલ વિરમગામ બેઠક પરથી આગળ ચાલી રહ્યો છે. જ્યારે કોંગ્રેસના વર્તમાન ધારાસભ્ય લાખાભાઈ ભરવાડ આ બેઠક પરથી પાછળ ચાલી રહ્યા છે.
 • મળતી જાણકારી મુજબ 10 અથવા 11 ડિસેમ્બરના રોજ શપથ સમારોહ યોજાઈ શકે છે, અંતિમ નિર્ણય પીએમ મોદી કરશે.
 • આ વખતે 2022માં ભુપેન્દ્ર પટેલ નરેન્દ્ર મોદી કરતાં પણ વધારે સીટ લાવ્યા છે. 
 • વર્ષ 2002માં નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં ભાજપે 121 સીટ જીતી હતી.
 • મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની 60 હજારના જંગી બહુમત સાથે ઘાટલોડિયામાં જીત
 • ઘાટલોડિયાને ગણવામાં આવે છે ભાજપાનો ગઢ, આપ્યા છે બે મુખ્યમંત્રી - એક ભૂપેન્દ્ર પટેલ અને તે પહેલાં આનંદી પટેલ
 • જમાલપુર-ખાડિયા બેઠકના ઈમરાન ખેડાવાલાની જીત, 15 હજાર મતોથી કોંગ્રેસ ઉમેદવારની જીત
 • નારણપુરામાં ભાજપના જીતેન્દ્ર પટેલ, વેજલપુરમાં ભાજપના અમિત ઠાકર
 • વડોદરા શહેર, માંજલપુર, રાવપુરા, સંયાજીગંજ, અકોટા બેઠક પર ભાજપના ઉમેદવારની જીત
 • સુરેન્દ્રનગર-વઢવાણ બેઠક પર ભાજપના જગદીશ મકવાણાની જીત
 • સાબરમતીમાં હર્ષદ પટેલની જીત
 • નિકોલ બેઠક પર જગદીશ વિશ્વકર્માની જીત
 • સુરત મજૂરા બેઠક પર હર્ષ સંઘવીની જીત
 • રાજકોટ પશ્ચિમથી ભાજપના ઉમેદવાર દર્શિતાબેન શાહની જીત
 • જેતપુર કોંગ્રેસના ઉમેદવારે સ્વીકારી હાર
 • ખંભાળિયા બેઠક પર AAPના ઉમેદવાર 6041 મતોથી આગળ
 • માધવસિંહ સોલંકીનો રેકોર્ડ ભાજપે ટ્રેન્ડમાં તોડ્યો
 •  ભાજપ 156+1, કોંગ્રેસ 14, આમ આદમી પાર્ટી 6 અને અન્ય 4 સીટ પર આગળ છે.
 • મોરબીની પૂલ દુર્ઘટના પછી પણ ભાજપા ત્યાં આગળ છે
 • ભાજપાના કાર્યકરોમાં ઉત્સવનો માહોલ
 •  1 ડિસેમ્બરે સૌરાષ્ટ્ર-કચ્છ અને દક્ષિણ ગુજરાતની 89 સીટ પર જ્યારે 5 ડિસેમ્બરે ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતની 93 સીટ પર મતદાન થયું.
 • આ વખતે ચૂંટણીમાં  જે ગઈ ચૂંટણી કરતા 4 ટકા જેટલું ઓછું મતદાન થયું છે. 
 • આજે સવારે 8 વાગ્યાથી 37 મતગણતરી કેન્દ્રો પર મત ગણવાની કામગીરી શરૂ થઇ ગઇ છે.

 

વિધાનસભા ચૂંટણી 2022 ના પરિણામો જાહેર થાય ત્યાં સુધી ભાજપ ગુજરાતમાં સત્તા પર છે, તેથી આ ચૂંટણી પરિણામ કેન્દ્રમાં સત્તારૂઢ ભાજપ માટે પ્રતિષ્ઠાનો પ્રશ્ન છે, અને માત્ર ચૂંટણી પરિણામો 2022 જ કહી શકશે કે ગુજરાત કે કેમ. 2022ની ચૂંટણીના પરિણામો બાદ સત્તાધારી ભુપેન્દ્ર પટેલની સરકાર રહેશે નહીં, ઉલ્લેખનીય છે કે છેલ્લા 27 વર્ષથી ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટી (BJP) સત્તામાં છે.

08 December, 2022 05:48 PM IST | Ahmedabad | Gujarati Mid-day Online Correspondent

અન્ય લેખો

ગુજરાત સમાચાર

અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે કરોડો રૂપિયાનું ક્રિકેટ-સટ્ટા રૅકેટ ઝડપ્યું

ગુજરાતમાં અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે કરોડો રૂપિયાના ક્રિકેટ-સટ્ટા બૅટિંગનું રૅકેટ ઝડપ્યું છે.

05 February, 2023 09:49 IST | Ahmedabad | Shailesh Nayak
ગુજરાત સમાચાર

હિલેરી ક્લિન્ટન ગુજરાતનાં મહેમાન બનશે, ઇલા ભટ્ટને અંજલિ આપશે

આજથી બે દિવસની વિઝિટ દરમ્યાન તેઓ ધ્રાંગધ્રાની મુલાકાત લેશે અને ‘સેવા’ની ગ્રામીણ પહેલના ભાગરૂપે આગરિયાઓ સાથે વાતચીત કરશે

05 February, 2023 09:17 IST | Ahmedabad | Gujarati Mid-day Correspondent
ગુજરાત સમાચાર

કચ્છના રણમાં યોજાશે ટૂરિઝમ વર્કિંગ ગ્રુપની બેઠક

G20 અંતર્ગત ૭થી ૯ ફેબ્રુઆરી દરમ્યાન યોજાનારી આ બેઠકમાં દેશ-વિદેશના પ્રતિનિધિઓ ભાગ લેવા આવશે

04 February, 2023 12:01 IST | Ahmedabad | Shailesh Nayak

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK