48 કલાક સુધી ઘમરોળશે વાયુ વાવાઝોડુ, દ્વારકામાં સમાશે

Jun 12, 2019, 13:07 IST

હવામાન વિભાગના કહેવા પ્રમાણે સૌરાષ્ટ્રના કાંઠાથી વાયુ વાવાઝોડુ માત્ર 300 કિલોમીટર દૂર છે અને 13 તારીખ સવાર સુધીમાં સૌરાષ્ટ્ર કાંઠે પહોચી જશે. મહત્વનું એ છે કે, વાયુ વાવાઝોડુ સૌરાષ્ટ્રના કાંઠાને 48 કલાક સુધી ઘમરોળશે.

48 કલાક સુધી ઘમરોળશે વાયુ વાવાઝોડુ, દ્વારકામાં સમાશે
13 જૂને વહેલી સવારે સૌરાષ્ટ્ર કાઠે પહોચશે વાયુ

ગુજરાતના સૌરાષ્ટ્ર અને કચ્છમાં વાયુ વાવાઝોડુ કેટલાક કલાકોમાં આવી પહોંચશે. હવામાન વિભાગના કહેવા પ્રમાણે સૌરાષ્ટ્રના કાંઠાથી વાયુ વાવાઝોડુ માત્ર 300 કિલોમીટર દૂર છે અને 13 તારીખ સવાર સુધીમાં સૌરાષ્ટ્ર કાંઠે પહોચી જશે. મહત્વનું એ છે કે, વાયુ વાવાઝોડુ સૌરાષ્ટ્રના કાંઠાને 48 કલાક સુધી ઘમરોળશે. વાયુ વાવાઝોડુ 13 તારીખ સવારે 165 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાઈ શકે છે.વાયુ વાવાઝોડુ 48 કલાક સુધી ગુજરાતના દરિયાકાંઠાને ધમરોળશે અને દ્વારકાથી બહાર નીકળીને સમુદ્રમાં સમાઈ જશે.

દ્વારકાના દરિયામાં સમાશે વાવાઝોડું

વાયુ વાવાઝોડુ અરબી સમુદ્રમાં વેરાવળથી ગુજરાતના દરિયાકાંઠા તરફ વધી રહ્યું છે. વાયુ 13મીએ સવારે 5 વાગ્યાની આસપાસ દીવ, વણાકબારા, કોડિનાર, ગીર-સોમનાથ, ઉના, તલાલા જેવા વિસ્તારો પર ત્રાટકશે. આ સિવાય માંગરોળ, માળિયા જેવા વિસ્તારોમાં પણ વાયુ ત્રાટકશે.

દીવના દરિયામાં કરંટ

આ વાવાઝોડાની અસર દીવના દરિયામાં પણ દેખાઈ રહી છે. દીવના દરિયામાં આજે વહેલી સવારથી જ કરંટ જોવા મળ્યો છે. વાવાઝોડાને કારણે ફૂંકાઈ રહેલા પવનની અસરથી દીવના દરિયામાં ઉંચા ઉંચા મોજા ઉછળી રહ્યા છે. તો પોરબંદર અને વેરાવળના દરિયામાં પણ કરંટ જોવા મળી રહ્યો છે. વેરાવળના દરિયામાં સવારથી જ ઉચા મોજા ઉછળી રહ્યા છે.

આ જગ્યાએ પહોંચશે વાયુ

12 તારીખે સવારે 11 વાગ્યે મુંબઈ પહોંચ્યું, સૌરાષ્ટ્રથી 300 કિલોમીટર દૂર છે
13 જૂને રાત્રે 3 વાગ્યે વલસાડ પહોચી જશે
13 જૂને સવારે 5 વાગ્યે 165 કિમીની ઝડપે દીવ, ગીર-સોમનાથ, તાલાલા, પીપાવાવ, ઉના, કોડિનારને ઘમરોળશે
13 જૂને સવારે 8 વાગ્યે વેરાવળ, માંગરોળ, માળિયા પહોંચશે
13 જૂનેસવારે 11 વાગ્યે વેરાવળમાં અસર કરશે
13 જૂને રાત્રે 8 વાગ્યે માંગરોળમાં પ્રવેશશે
14 જૂને રાત્રે 12 વાગ્યે કડાચ આવશે
14 જૂને સવારે 3 વાગ્યે નવાબંદર આવશે
14 જૂને સાંજે 6 વાગ્યે દ્વારકામાં થશે એન્ટ્રી
15 જૂને રાત્રે 3 વાગ્યે દ્વારકાથી બહાર નીકળી જશે
16 જૂને રવિવાર સાંજે સમુદ્રમાં સમાઈ જશે

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK