Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > ગુજરાત સમાચાર > આર્ટિકલ્સ > અમદાવાદ: વેલેન્ટાઇન્સ પર આ ચાવાળો સિંગલ લોકોને પીવડાવશે ફ્રી ચા

અમદાવાદ: વેલેન્ટાઇન્સ પર આ ચાવાળો સિંગલ લોકોને પીવડાવશે ફ્રી ચા

14 February, 2019 01:46 PM IST | અમદાવાદ

અમદાવાદ: વેલેન્ટાઇન્સ પર આ ચાવાળો સિંગલ લોકોને પીવડાવશે ફ્રી ચા

વસ્ત્રાપુરમાં રહેતા ચાવાળાની અનોખી ઓફર

વસ્ત્રાપુરમાં રહેતા ચાવાળાની અનોખી ઓફર


આજે વેલેન્ટાઇન્સ ડે છે. પ્રેમનો દિવસ! આજના દિવસે પ્રેમીઓ માટે ખાસ ખાસ ઓફર્સ આવતી હોય છે, ત્યારે હોટલ્સ અને રેસ્ટોરન્ટ્સમાં પણ પ્રેમીઓને આકર્ષક ડિસ્કાઉન્ટ્સ મળતા હોય છે. હા, આ દિવસ સિંગલ લોકો માટે ઘણો મોળો અને નોન-સ્પેશિયલ રહે છે. પણ અમદાવાદના વસ્ત્રાપુર એરિયામાં એક ચાવાળો છે જેણે વેલેન્ટાઇન્સ ડે પર સિંગલ લોકો માટે અનોખી ઓફર મૂકી છે. 'MBA ચાયવાલા' નામથી દુકાન ચલાવતા આ ભાઈએ વેલેન્ટાઇન્સ ડે પર સિંગલ હોય તેવા લોકોને ફ્રીમાં ચા પીવડાવવાની ઓફર આવી છે.

MBA ચાયવાલાના માલિક પ્રફુલ્લ બિલોર તેમની ચાની દુકાનમાં 35 જેટલી ચા બનાવે છે. અહીંયા મળતી ચાના ભાવ રૂ.20થી લઈને રૂ. 50 સુધી છે. વેલેન્ટાઇન્સ ડે પર સિંગલ લોકોને તેમણે ચા પીવડાવવાનું આયોજન કર્યું છે.



ઉલ્લેખનીય છે કે ફેબ્રુઆરી મહિનામાં દરેક ઓનલાઈન પોર્ટલ, હોટેલ, રેસ્ટોરન્ટમાંલ માત્ર કપલ્સ માટે જ ડિસ્કાઉન્ટ ઓફર્સ આવતી હોય છે, ત્યારે જે લોકો એકલા હોય છે તેમનો વેલેન્ટાઈન ડે ખાસ બનાવવા માટે 'MBA ચાય વાલા'ની આ પહેલ ખરેખર લાજવાબ છે. તેમણે પોતાની આ ઇવેન્ટ ફેસબુક પેજ પર પણ પોસ્ટ કરી હતી.


આ પણ વાંચો: રેડિયો ડે સ્પેશિયલઃ રેડિયોની કહાની, સુરત Radio Cityના RJ મહેકની જુબાની

ચાને લઈને સૌ કોઈને પ્રેમ હોય છે. ત્યારે આ આયોજનને સારો પ્રતિસાદ પણ મળી રહ્યો છે. જેના ભાગરૂપે અત્યાર સુધી આશરે 500 જેટલા લોકોએ ફ્રીમાં ચા પીવા માટેની તૈયારી પણ દર્શાવી છે. સાથે જ પ્રફુલને આશરે 5,000 જેટલા લોકો ચા પીવા માટે વેલેન્ટાઈન ડેના દિવસે આવશે તેવી અપેક્ષા પણ છે. 


Whatsapp-channel Whatsapp-channel

14 February, 2019 01:46 PM IST | અમદાવાદ

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK