રેડિયો ડે સ્પેશિયલઃ રેડિયોની કહાની, સુરત Radio Cityના RJ મહેકની જુબાની
રેડિયો ડે પર RJ મહેકનો ખાસ આર્ટિકલ
'લિસનર્સ રેડિયોને શરૂઆતમાં માત્ર મનોરંજનના સાધન તરીકે સાંભળતા હતા કે અમને એમાં ગમતા ગીતો સાંભળવા મળે છે. પણ હવે લિસનર્સ કોન્ટેસ્ટમાં પણ ભાગ લેવા માંડ્યા છે, અને ઈનામો પણ જીતવા માંડ્યા છે. પતિ અને પત્નીએ છેલ્લે ક્યારે સાથે ફિલ્મ જોઈ એ યાદ નહીં હોય કે સમય નહીં હોય પણ રેડિયો પર ટિકિટ જીતીને ફિલ્મ જોવા જવાની મજા જ કાંઈક અલગ હોય. હાઉસ વાઈફ રેડિયો પર કોન્ટેસ્ટ રમી ડિનર વાઉચર જીતી હસબન્ડને સરપ્રાઈઝ આપે, એમાં એમણે કાંઈક અર્ન કર્યું છે કે જીતીને મેળવ્યું છે તેની ખુશી કાંઈક અલગ જ હોય.' આ શબ્દો છે સુરત રેડિયો સિટીના RJ મહેકના.
RJ મહેક, જેમના ગુડ મોર્નિંગથી સુરત પોતાના દિવસની શરૂઆત કરી છે. તેમના માટે રેડિયો શું મહત્વ ધરાવે છે, આજે રેડિયોનું સ્વરૂપ કેટલું બદલાયું સાંભળો તેમના જ શબ્દોમાં..
'રેડિયો એટલે ઑલ ઈન વન'
'રેડિયો આમ તો પેસિવ મીડિયમ છે એટલે તમારે એને ટીવીની જેમ રીમોટ લઈને બેસીને ટાઈમ ન આપવો પડે. પણ ડ્રાઈવિંગ કરતા કરતા કે ટ્રાવેલિંગ કરતા કરતા અથવા કિચનમાં રસોઈ કરતા કરતા સોંગ સાંભળવાના અને આસપાસની લેટેસ્ટ હેપનિંગ વિશે અપડેટ્સ પણ મળતી રહે એટલે જ રેડિયો ઈઝ All In One. અને રેડિયો એકલતામાં કોઈ મિત્રથી કમ નથી.'
'RJ એટલે ફ્રેન્ડ, ફિલોસોફર અને ગાઈડ'
RJ મહેક કહે છે કે તેમના લિસનર્સે તેમને ખૂબ જ પ્રેમ આપ્યો છે.'RJ એક ફ્રેન્ડ, ફિલોસોફર અને ગાઈડ છે પોતાના લિસનર્સનો. તેઓ એમને પ્રોબ્લેમ્સ, મનની વાત, ફેમિલીમાં આવતા સારા કે માઠા પ્રસંગો, બાળકોની બોર્ડ એક્ઝામ્સ કે ફેમિલીમાં આવતા લગ્નો, શું ખાધું, ક્યા ક્યા ફરવા ગયા બધી વાતો લિસનર્સ દિલ ખોલીને કરતા હોય છે. એક RJના રૂપમાં લિસનરને અંગત મિત્ર પણ બની જઈએ છીએ. રેડિયો પર વાત વાતમાં આ ડિશ મને બહુ ભાવે છએ એવું બોલાય જાય તો એ પોતાના હાથેથી બનાવી સ્ટૂડિયો પર એવા હરખભેર દોડતા હોય છે કે એવી મજા તો 5 સ્ટાર હોટેલમાં મોંઘી ડિશ ખાઈને પણ ન આવે.'
'RJ જવાબદારીભર્યો પ્રોફેશન છે'
'RJ એક જવાબદારીભર્યો પ્રોફેશન છે. કોઈને કહીએ કે હું RJ છું તો વટ્ટ પડી જાય, પણ એક પબ્લિક ફીગર હોવાના નાતે રીસ્પોન્સિબલ પણ રહેવું પડે છે. RJing એટલે શું બોલવું એ મહત્વનું તો છે પણ એનાથીયે મહત્વનું છે કે શું ન બોલવું.'
મહેક RJ મહેક કેવી રીતે બન્યા તેની પણ સ્ટોરી રસપ્રદ છે. સાંભળો આ વાત તેમના જ શબ્દોમાં. 'આકાશવાણીમાં 2003થી કેઝ્યુઅલ અનાઉન્સર તરીકેની સફર અને ત્યારબાદ 2006માં જ્યારે સુરતમાં પ્રાઈવેટ FM આવ્યા ત્યારે 700 લોકોની લાઈનમાં હું પણ એક હતી ઑડિશન આપવામાં. માત્ર સાત લોકો સિલેક્ટ થયા અને એમાંથી 1 હું પણ. મારા મમ્મી પપ્પા શિક્ષક અને પપ્પા તો કવિ પણ. બોલવાનું મારા લોહીમાં અને ભાષા મારી રગ રગમાં. બીકોમ સુધીનું શિક્ષણ લીધું પણ હું બ્લેન્ક હતી કોઈ ફ્યૂચર પ્લાન નહોતો. લગ્ન થયા પ્રોફેસર સાથે. સસરા પણ પ્રોફેસર અને લેખક. મારી આગવી ઓળખ ઉભી કરવામાં રેડિયોએ મહત્વનો ભાગ ભજવ્યો છે.'
'ટાઢ, તાપ કે વરસાદ, 7 વાગ્યે પહેલી લિંક મારી જ હોય'
છેલ્લા 12 વર્ષથી સુરતની સવાર જેના ગુડમોર્નિંગથી થાય છે એ RJ મહેક પોતાના અનુભવ વિશે કહે છે કે, 'રેડિયો પર છેલ્લા 12 વર્ષથી મારો સવારનો શો. એટલે ગમે એટલી ઠંડી હોય કે વરસાદ મારે સ્ટુડિયોમાં સાત વાગ્યે હાજર રહી પહેલી લિંક બોલવાની જ હોય. રસ્તામાં જે અનુભવો થયા, જે દ્રશ્યો દેખાય, સવારનું કુદરતી સૌદર્ય હોય કે ઘણી વાર આવતા બગાસા અને આળસ. બધુ જ શેર કરવાની પોતાની મજા છે.'
'રેડિયોએ મને ઘણું આપ્યું છે'
'રેડિયોએ મને શું આપ્યું એનું લિસ્ટ બનાવવા જાવ તો કદાચ બીજો રેડિયો દિવસ આવી જાય ત્યાં સુધી પુરું જ ન થાય પણ મને લોકો સામે બોલવાની હિમ્મત, પોતાના વિચારો નિડરતાથી લોકો સામે મુકવા, મેકઅપ અને ફેશનની સેન્સથી લઈ લિસનર્સ સાથેનો 1 ટુ 1 કનેક્ટ, જ્યારે કોઈ મહિલા ફોન કરી એમ કહે કે મારી દીકરીને તમારી જેવી બનાવીશ આ સાંભળીને બધો થાક, સ્ટ્રેસ, આળસ ઉડી જાય અને નવી ઊર્જા મળે.'


