Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > ગુજરાત સમાચાર > આર્ટિકલ્સ > વડોદરા: જાહેરમાં થૂંકનાર કે કચરો ફેંકનાર સાવધાન... ઘરે ઈ-મેમો મોકલાશે

વડોદરા: જાહેરમાં થૂંકનાર કે કચરો ફેંકનાર સાવધાન... ઘરે ઈ-મેમો મોકલાશે

12 June, 2019 11:40 AM IST |

વડોદરા: જાહેરમાં થૂંકનાર કે કચરો ફેંકનાર સાવધાન... ઘરે ઈ-મેમો મોકલાશે

જાહેરમાં થૂંકનાર કે કચરો ફેંકનાર સાવધાન

જાહેરમાં થૂંકનાર કે કચરો ફેંકનાર સાવધાન


અમદાવાદ અને રાજકોટની જેમ હવે વડોદરામાં પણ જાહેરમાં રોડ પર થૂંકવા બદલ દંડ કરવામાં આવશે.વડોદરા કૉર્પોરેશનમાં ગઈ કાલે સ્માર્ટ ‌સિટી બોર્ડની મીટિંગ મળી હતી જેમાં થયેલી ચર્ચા મુજબ રોડ પર કચરો ફેંકનારને, રોડ પર ચાલુ વાહને અથવા ચાલતા જનાર થૂંકે અથવા રોડ પર જાહેરમાં લઘુશંકા કરે કે પછી જાહેર મિલકતને નુકસાન પહોંચાડે તો સીસીટીવી કૅમેરા મારફતે ઝડપી પાડીને ઇ-ચલણ ફટકારીને દંડ કરવામાં આવશે. ટૂંક સમયમાં જ આ માટેનું માળખું ગોઠવી દેવામાં આવશે. કોને કેટલો દંડ કરવો એ પણ નક્કી કરવામાં આવશે. ઉલ્લેખનીય છે કે સ્માર્ટ સિટી પ્રોજેક્ટ હેઠળ વડોદરામાં ઠેકઠેકાણે સીસીટીવી કૅમેરા મૂકવામાં આવ્યા છે.

આ પણ વાંચો: સિંહોના સંરક્ષણ માટે ફાળવેલા 350 Cr.ની કામગીરી ઝડપથી પૂરી થશેઃCM રૂપાણી


Whatsapp-channel Whatsapp-channel

12 June, 2019 11:40 AM IST |

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK