Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > ગુજરાત સમાચાર > આર્ટિકલ્સ > પરીક્ષાના સ્ટ્રેસથી દૂર રહેવા અપનાવો આ ટિપ્સ

પરીક્ષાના સ્ટ્રેસથી દૂર રહેવા અપનાવો આ ટિપ્સ

07 March, 2019 10:12 AM IST |

પરીક્ષાના સ્ટ્રેસથી દૂર રહેવા અપનાવો આ ટિપ્સ

પ્રતીકાત્મક તસવીર

પ્રતીકાત્મક તસવીર


આજથી ગુજરાતમાં દસમા અને બારમા ધોરણની એક્ઝામ ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા લેવામાં આવશે. પરીક્ષા દરમિયાન વિદ્યાર્થીઓને સ્ટ્રેસ આવવું કૉમન છે, જ્યારે પોતાની તબક્કાવાર તૈયારી કરવાથી સ્ટ્રેસને સરળતાથી દૂર કરી શકો છો.

બોર્ડની પરીક્ષા પહેલા સ્ટૂડન્ટ્સનું સ્ટ્રેસમાં રહેવુ અથવા પરીક્ષામાં ડરના ચાલતા નેગેટિવિટી આવવી, એ સામાન્ય વાત છે. પરંતુ આ સ્ટ્રેસ અથવા ડર મન પર હાવી થવા લાગે અને એના કારણે એમનો અભ્યાસ ડિસ્ટર્બ થાય તો, સ્થિતી ગંભીર થઈ જાય છે. એવામાં પોઝિટિવ વિચારવું અને પોતાની તૈયારીઓને તબક્કાવાર કરી વિષયની રોજ તૈયારી કરી તમે ઘણો સ્ટ્રેસ દૂર કરી શકો છો. જો તમે પણ બોર્ડ એક્ઝામ આપવા જઈ રહ્યા છો તો, સ્ટ્રેસથી બચવા માટે આ ટિપ્સ ફોલો કરી શકો છો.



પ્રોપર સ્ટડી શેડ્યૂલ બનાવો


સ્ટૂડન્ટ્સનો પ્રોપર સ્ટડી શેડ્યૂલ બનાવીને અભ્યાસ કરવો જોઈએ. શેડ્યૂલ બનાવતા સમયે દરેક વિષયને એમા સામેલ કરો, જે વિષયમાં વધારે મહેનત કરવાની જરૂર છે, એમાં વધારે સમય નક્કી કરો. સાથે જ સવારે બે કલાક રિવીઝન માટે રાખો. જો શક્ય હોય તો લર્નિંગ વર્ક માટે પણ સવારનો સમય જ નક્કી કરો.

દરરોજનું ટાર્ગેટ ફિક્સ કરો


દરેક વિષયની તૈયારી યોગ્ય રીતે કરવા માટે ડેલી બેસિસ પર ટાર્ગેટ ફિક્સ કરવો બહુ જ જરૂરી છે. એટલે તમે નક્કી કરી લો કે તમને કેટલા ટોપિક્સ પ્રિપેર કરવાના છે અને એ ટાર્ગેટને તે સમયે અચીવ કરી લો. આવી રીતે ડેલી અભ્યાસ કરવાથી તમારી તૈયારી સારી રીતે તશે અને દરેક વિષય પણ વાંચી શકશો. આવું કરવાથી સ્ટ્રેસ પણ ઓછો થશે.

રિવીઝનને આપો મહત્વ

ઘણા સ્ટૂડ્ન્ટ્સ પરીક્ષાના ડરથી વાંચેલું ભૂલી જાય છે અથવા સ્ટ્રેસના લીધે સારી રીતે જવાબ નથી લખી શકતા, એનાથી બચવા માટે રોજ રિવીઝન કરવું જરૂરી છે. વારંવાર વાંચવાથી ટૉપિકનું કોન્સેપ્ટ પણ ક્લિયર થાય છે.

બ્રેક્સ લેવાનું ના ભૂલો

સતત વાંચવુ એ પણ ઘણી વાર સ્ટ્રેસનું કારણ બની જાય છે. એવામાં સ્ટૂડન્ટ્સે વચ્ચે બ્રેક્સ જરૂર લેવી જોઈએ. બ્રેક દરમિયાન કોઈ એવી પ્રવૃત્તિ કરો જે તમારા ઇન્ટરેસ્ટની હોય.

નેગેટિવ થોટ્સથી રહો દૂર

પરીક્ષા દરમિયાન અથવા એની પહેલા સ્ટૂડન્ટ્સને નેગેટિવ થોટ્સથી દૂર રાખવા જોઈએ. ઘણા સ્ટૂડન્ટ્સ પેપર ટફ અથવા કોઈ વિષયમાં ફેલ થવાના વિશે વિચાર કરતા હોય છે, જેથી એમનો ડર વધી જાય છે. એવામાં પોતાનો સમય નેગેટિવ વિચારીને વેસ્ટ નહીં કરો, એના બદલામાં પોઝિટીવ વિચારો.

Whatsapp-channel Whatsapp-channel

07 March, 2019 10:12 AM IST |

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK