Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > ગુજરાત સમાચાર > આર્ટિકલ્સ > સુરતની સ્તુતિ ખંડવાલા: બધી મોટી પરીક્ષાઓમાં પાસ, MITમાં મેળવ્યું એડમિશન

સુરતની સ્તુતિ ખંડવાલા: બધી મોટી પરીક્ષાઓમાં પાસ, MITમાં મેળવ્યું એડમિશન

22 June, 2019 01:44 PM IST | સુરત

સુરતની સ્તુતિ ખંડવાલા: બધી મોટી પરીક્ષાઓમાં પાસ, MITમાં મેળવ્યું એડમિશન

સ્તુતિ ખાંડવાલા

સ્તુતિ ખાંડવાલા


સુરતની સ્તુતિ ખાંડવાલાએ એવું કમાલ કરી બતાવ્યું છે કે દરેક જણ વ્યક્તિ આશ્ચર્યચકિત રહી ગયા છે. આ છોકરીએ ભારતની સૌથી મોટી પરીક્ષાઓ પાસ કરીને સફળતા મેળવી છે. સ્તુતિ ખાંડવાલાએ એક સાથે NEET AIIMS MBBS અને JEE (main) પણ પાસ થઇને બધાંને આશ્ચર્યચકિત કરી દીધા છે.

સારા માર્ક્સ સાથે બધી પરીક્ષાઓમાં થઈ ઉત્તીર્ણ
સ્તુતિ આ પરીક્ષામાં ફક્ત પાસ જ નથી થઈ પણ ખૂબ જ સારી રેન્કિંગ પણ મેળવી છે. સ્તુતિએ NEET 2019માં 71મી રેન્ક, AIIMS MBBS 2019માં 10મી રેન્ક, JIPMER MBBS 2019માં 27મી રેન્ક અને, JEE MAIN 2019માં 1086મી રેન્ક મેળવી છે.



સ્તુતિએ કોટામાંથી 12મીનું ભણતર સાયન્સ સ્ટ્રીમમાંથી કર્યું. સીબીએસઅ 12મી બોર્ડ પરીક્ષામાં તેને 98.8 ટકા ગુણાંક મળ્યા. તેની સાથે જ તે રાજસ્થાનમાં સાયન્સ સ્ટ્રીમની ટૉપર પણ બની, સ્તુતિએ ઇન્ટરનેશનલ બાયોલૉજી ઓલિંપિયાડ 2018માં ત્રણ વિદ્યાર્થીઓ સાથે ભારતનું પ્રતિનિધિત્વ પણ કર્યું. તેણે સિલ્વર પદક મેળવ્યું હતું. આ કૉમ્પિટિશનમાં 71 દેશોએ ભાગ લીધો હતો. તેણે 2016માં કોટામાંથી જ દસમાની પરીક્ષા પાસ કરી, ત્યારથી જ સાયન્સ અને ઓલંપિયાડ અને એન્ટરન્સ પરીક્ષાઓની તૈયારી શાળાકીય શિક્ષણ સાથે જ શરૂ કરી દીધી હતી.


હવે સ્તુતિને વિશ્વની પહેલા નંબરની અમેરિકાની પ્રસિદ્ધ MITમાં એડ્મિશન મળી ગયું છે. સાથે જ 90 ટકા સ્કોલરશિપની ઑફર પણ મળી છે. 18 વર્ષની સ્તુતિએ મે 2018માં ફર્સ્ટ અટેમ્પ્ટમાં જ MITની એન્ટરન્સ પરીક્ષા પાસ કરી લીધી હતી.

તેણે મે 2018માં ફર્સ્ટ અટેમ્પ્ટમાં અમેરિકન કૉલેજિસમાં પ્રવેશ માટેની પરીક્ષા SAT પણ પાસ કરી લીધી અને યૂએસ તેમજ કેનાડાની કૉલેજિસમાં પ્લેસ્મેન્ટ માટે પરીક્ષા આપી હતી.


Stuti Khandwala with Parents

બાયો ઇન્જિનિયરિંગમાં કરવા માગે છે રિસર્ચ

તે આગામી એકેડેમિક વર્ષથી 4 વર્ષના અંડરગ્રેજ્યુએટ કોર્સ માટે એમઆઇટીમાં એડમિશન લેશે. સ્તુતિએ તેની આ સફળતાનું શ્રેય તેના માતા-પિતા અને શિક્ષકોને આપ્યો છે. સ્તુતિના પિતા શીતલ ખંડવાલા પેથૉલોજિસ્ટ છે અને માતા હેતલ ખંડવાલા ડેન્ટિસ્ટ છે. એમઆઈટીથી ગ્રેજ્યુએશન પૂરું કર્યા બાદ સ્તુતિ બાયો ઇન્જિન્યરિંગ રિસર્ચ ફિલ્ડમાં જવા માગે છે.

સ્તુતિએ જણાવ્યું કે તેણે વિવિધ કૉમ્પિટિશન્સમાં ભાગ લીધા સિવાય બે આંતર રાષ્ટ્રીય બાયોલોજી ઓલંપિયાડ જીત્યા છે. જેનાથી તેને એમઆઇટીમાં એડમિશન મેળવવામાં મદદ મળી.

12થી 13 કલાક કરતી હતી સ્ટડી
સ્તુતિએ મીડિયા સાથે વાતચીત કરતાં જણાવ્યું કે તેમે પ્રવેશ પરીક્ષાની તૈયારી એનસીઆરટીના પુસ્તકોમાંથી કરી. દરમિયાન તે બધાં જ મહત્વના વિષયો પર પૂરતું ધ્યાન આપતી હતી. દિવસમાં 12 થી 13 કલાક સ્ટડી કરતી હતી. જ્યારે તે ભણવાથી કંટાળી જતી ત્યારે તે યૂ-ટ્યૂબ પર ટૉમ એન્ડ જેરી અને કુકિંગ વીડિયોઝ જોતી.

આ પણ વાંચો : ગાંધીધામમાં ઝડપાયુ મગફળી કૌભાંડ, જથ્થામાં ઢેફા અને ધૂળ

એમઆઇટીમાં જોડાવાનું આ છે કારણ
સ્તુતિએ જણાવ્યું કે તે અનેક વિષયો ભણવા માગે છે. જો ભારતમાં ભણશે તો એન્જિન્યરિંગ અથવા મેડિકલમાં એડમિશન મેળવી શકશે. પણ તે એમઆઇટીમાં બન્ને કોર્સ સાથે આગળ વધી શકે છે.

Whatsapp-channel Whatsapp-channel

22 June, 2019 01:44 PM IST | સુરત

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK