સુપ્રીમ કોર્ટે સબરીમાલા કેસ સાત જજોની બેચને સોંપ્યો..

Updated: Nov 14, 2019, 13:19 IST | New Delhi

સુપ્રીમ કોર્ટમાં આજે ત્રણ મહત્વના મામલાની સુનાવણી થઈ. જાણો સુપ્રીમ કોર્ટે મહત્વના એવા સબરીમાલા મંદિરના મુદ્દા પર શું ચુકાદો આપ્યો...

સબરીમાલા મંદિર
સબરીમાલા મંદિર

કેરળના સબરીમાલા મંદિરમાં તમામ ઉંમરની મહિલાઓને પ્રવેશની અનુમતિ આપવા મામલે કોર્ટના નિર્ણય પર પુનઃવિચાર યાચિકા દાખલ કરવામાં આવી હતી. જે મામલ સુપ્રીમ કોર્ટે સુનાવણી કરતા મામલો 7 જજોની બેંચને સોંપી દીધો છે. કોર્ટ આ મામલે ગુરૂવારે નિર્ણય સંભળાવવાની હતી. પરંતુ 5 જજોની બેંચે કહ્યું કે પરંપરાઓ ધર્મના સર્વસામાન્ય નિયમને પ્રમાણે હોય અને આગળ 7 જજોની બેચ આ મામલે પોતાનો નિર્ણય સંભળાવશે. હાલ મંદિરમાં કોર્ટના નિર્ણય પ્રમાણે મહિલાઓ પ્રવશે કરી શકશે.

સુપ્રીમ કોર્ટે 28 સપ્ટેમ્બરે 2018ના નિર્ણયને કાયમ રાખતા સબરીમાલામાં મહિલાઓની એન્ટ્રીને ચાલુ રાખી છે અને તેના પર સ્ટે આપવાનો ઈન્કાર કર્યો છે. કોર્ટમાં આ મામલે મત વહેંચાયેલા નજર આવ્યા. 2 જજ પુનઃવિચાર અરજીને ફગાવવાના પક્ષમાં હતા પરંતુ બાકીના જજોએ આ મુદ્દાને મોટી બેંચ પાસે મોકલવાનો નિર્ણય કર્યો અને બહુમતના આધારે આ નિર્ણય લેવામાં આવો.

અન્ય સમુદાયો પર અસર
આ મામલે જસ્ટિસ આર. એફ. નરીમન અને જસ્ટિસ ડીવાઈ ચંદ્રચૂડના મત અલગ અલગ હતા. તેમનું માનવું હતું કે સુપ્રીમ કોર્ટનો નિર્ણય તમામ લોકો માટે બાધ્ય છે. તેનો કોઈ વિકલ્પ નથી.

આ પણ જુઓઃ Children's Day: દેશના પ્રથમ વડાપ્રધાનને તેમના જન્મદિવસે કરીએ યાદ

સબરીમાલા પર નિર્ણય આપતા સુપ્રીમ કોર્ટે કહ્યું કે આ  કેસની અસર માત્ર મંદિર જ નહીં પરંતુ મસ્જિદ એને અગિયારીમાં મહિલાઓના પ્રવેશ પર પણ પડશે. પોતાના નિર્ણય દરમિયાન સુપ્રીમ કોર્ટે ક્હ્યું કે પરંપરાઓ ધર્મના સર્વસામાન્ય નિયમો પ્રમાણે હોવી જોઈએ. હવે મોટી બેંચમાં ગયા બાદ મુસ્લિમ મહિલાઓના દરગાહ-મસ્જિદ પ્રવેશ પર પણ સુનાવણી કરવામાં આવશે અને નિર્ણય લેવામાં આવશે.

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK