Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > ચિત્ર-વિચિત્ર > આર્ટિકલ્સ > એક બાળકને જન્મ આપ્યો અને 26 દિવસ પછી બીજાં બે બાળકોને જન્મ આપ્યો

એક બાળકને જન્મ આપ્યો અને 26 દિવસ પછી બીજાં બે બાળકોને જન્મ આપ્યો

29 March, 2019 11:49 AM IST | બંગલા દેશ

એક બાળકને જન્મ આપ્યો અને 26 દિવસ પછી બીજાં બે બાળકોને જન્મ આપ્યો

એક બાળકને જન્મ આપ્યો અને 26 દિવસમાં બીજા બે બાળકોને જન્મ આપ્યો

એક બાળકને જન્મ આપ્યો અને 26 દિવસમાં બીજા બે બાળકોને જન્મ આપ્યો


ર્શીષક વાંચીને તમને થયું હશે કે આવું તે કંઈ હોતું હશે? મહિલા એક વાર બાળકને જન્મ આપે એ પછી બીજા મહિને કેવી રીતે બાળક પેદા થાય? બંગલા દેશમાં આ હકીકત બની છે. આરિફા સુલતાના નામની વીસ વર્ષની મહિલાએ ગયા મહિને એક બાળકને જન્મ આપ્યો હતો. એ બાળક પ્રી-મૅચ્યોર હતું એટલે તેને બચાવવામાં ડૉક્ટરોની પણ જબરી પરીક્ષા થઈ ગઈ. થોડાક દિવસની સારસંભાળ પછી બાળક સ્વસ્થ થયું એટલે તેને છુટ્ટી આપી દેવામાં આવી.

જોકે પહેલા બાળકના જન્મના ૨૬ દિવસ પછી તેને ફરીથી લેબરપેઇન ઊપડ્યું. તેને ફરીથી હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવી ત્યારે ખબર પડી કે મહિલાને બે ગર્ભાશય હતાં. પહેલું બાળક એક ગર્ભાશયમાંથી નીકળેલું, જ્યારે બીજા ગર્ભાશયમાં ટ્વિન્સ બાળકો હતાં જે પૂરા મહિના ગર્ભમાં રહ્યાં હતાં. ગયા શુક્રવારે ગાયનેકોલૉજિસ્ટે ફરીથી મહિલાની ડિલિવરી કરાવી અને એક દીકરા અને એક દીકરીનો જન્મ થયો.



આ પણ વાંચો : વાપરેલી અન્ડરવેઅર્સ વેચીને આ બહેન કમાય છે વર્ષે 27 લાખ રૂપિયા


ડૉક્ટરોને નવાઈ લાગે છે કે પહેલી વારની ડિલિવરી દરમ્યાન તેમને કેમ ખબર ન પડી કે તેના પેટમાં બીજું ગર્ભાશય છે અને એમાં પણ બે બાળકો છે. આરિફાબહેન એક જ પ્રેગ્નન્સીમાં ત્રણ બાળકો મેળવીને ખુશ છે, પણ ગરીબ હોવાથી એકસાથે બધાંનું કેવી રીતે ધ્યાન રાખી શકશે એની ચિંતા છે.


Whatsapp-channel Whatsapp-channel

29 March, 2019 11:49 AM IST | બંગલા દેશ

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK