Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > ચિત્ર-વિચિત્ર > આર્ટિકલ્સ > કોને ખરીદવું છે આ કબૂતર, જાણો એની કિંમત

કોને ખરીદવું છે આ કબૂતર, જાણો એની કિંમત

23 March, 2019 12:15 PM IST | ચીન

કોને ખરીદવું છે આ કબૂતર, જાણો એની કિંમત

લકી કબૂતર

લકી કબૂતર


આપણે ત્યાં ઘરમાં કબૂતર ન આવી ચડે એ માટે આપણે ઝીણી જાળીઓવાળી ગ્રિલ લગાવીએ છીએ, કેમ કે આપણને ખબર નથી કે કબૂતર પણ અણમોલ હોઈ શકે છે. વૃક્ષો, બગીચા અને બિલ્ડિંગોના ખૂણેખાંચરે સેંકડોની સંખ્યામાં આપણે કબૂતરો જોયાં હશે, પણ ચીનમાં એક એવું કબૂતર છે જેની કિંમત લાખો નહીં પણ કરોડોમાં થઈ છે. ચીનનું આ એક કબૂતર તાજેતરમાં ૧.૪ મિલ્યન ડૉલર એટલે કે લગભગ ૯.૭૦ કરોડ રૂપિયામાં વેચાયું. આ કબૂતરનું નામ છે અરમાન્ડો. બેલ્જિયમનું આ કબૂતર લાંબી રેસ માટે જાણીતું છે. અરમાન્ડો એકમાત્ર લૉન્ગ-ડિસ્ટન્સ રેસિંગ પીજન છે જે કબૂતરોની દુનિયાનો લુઇસ હેમિલ્ટન કહેવાય છે. આ જ કારણોસર જ્યારે આ કબૂતરનું ઑક્શન થયું ત્યારે એ સૌથી મોંઘી કિંમતે વેચાયું અને દુનિયાનું સૌથી મોંઘું પક્ષી બની ગયું છે.

આ પણ વાંચો : ખાતા-પીતા દોડવાની મૅરથૉન યોજાય છે ફ્રાન્સમાં



અરમાન્ડો હાલમાં પાંચ વર્ષનું છે અને રિટાયરમેન્ટની એકદમ નજીક છે. એમ છતાં ચીનના એક કબૂતરપ્રેમીએ એને કરોડોના મૂલે ખરીદ્યું છે. આ ઑક્શનમાં માત્ર અરમાન્ડો કબૂતર જ નહીં, બીજા ૧૭૮ કબૂતર પણ વેચાયાં હતાં. એમાં અરમાન્ડોનાં સાત બચ્ચાં પણ સામેલ હતાં.


Whatsapp-channel Whatsapp-channel

23 March, 2019 12:15 PM IST | ચીન

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK