Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > ચિત્ર-વિચિત્ર > આર્ટિકલ્સ > આ દુંદાળો વાંદરો થાઇલૅન્ડના સ્લિમિંગ-સેન્ટરમાંથી ગાયબ

આ દુંદાળો વાંદરો થાઇલૅન્ડના સ્લિમિંગ-સેન્ટરમાંથી ગાયબ

10 July, 2019 09:17 AM IST | થાઇલૅન્ડ

આ દુંદાળો વાંદરો થાઇલૅન્ડના સ્લિમિંગ-સેન્ટરમાંથી ગાયબ

આ દુંદાળો વાંદરો થાઇલૅન્ડના સ્લિમિંગ-સેન્ટરમાંથી ગાયબ

આ દુંદાળો વાંદરો થાઇલૅન્ડના સ્લિમિંગ-સેન્ટરમાંથી ગાયબ


થાઇલૅન્ડમાં સહેલાણીઓના ફરવાના સ્થળોએ વાનરોની બોલબાલા ઘણી છે. જોકે ફેબ્રુઆરીમાં અહીં એક એવો દુંદાળો વાંદરો જોવા મળેલો જે સોશ્યલ મીડિયા પર પણ જબરજસ્ત વાઇરલ થયેલો. લોક આ વાનરને અન્કલ ફૅટી નામ આપેલું. સહેલાણીઓ દ્વારા સતત મળતા રહેતા ફૂડને કારરે તેનું પેટ ગાગરની જેમ બહાર આવી ગયેલું છે.

તળાવના કિનારે બેઠા-બેઠા બેઉ હાથે ખાધા કરતા અન્કલ ફૅટીનું વજન લગભગ ૧૬ કિલો જેટલું થઈ ગયું હતું જે તેની પ્રજાતિના વાંદરાઓ કરતાં લગભગ બમણું ગણાય. આખરે ઍનિમલ વર્કર્સે અન્કલ ફૅટીની ચિંતા કરીને એને ત્યાંથી હટાવીને ઍનિમલ ફૅટ કૅમ્પમાં મૂકી આવ્યા હતા. અહીં તેને ખાવાનું આપવામાં રિસ્ટ્રિક્શન લાવી દેવામાં આવ્યું હતું.



આ પણ વાંચો : બન્ને હાથ-પગ વિના પણ આ યુવતી પોતાનાં તમામ કામ જાતે કરે છે


જોકે ખાવાની આદત એટલી વકરી હતી કે અન્કલ ફૅટી તેમના સાથી વાનરોને આપવામાં આવતું ફૂડ ચટ કરી જતા હતા. જોકે છેલ્લા ચાર મહિનાથી તેનો કોઈ અતોપતો નથી. લોકોનું માનવું છે કે કદાચ અન્કલ ફૅટી હવે દુનિયામાં નથી રહ્યો. જોકે એવું હોય તો એનો મૃતદેહ તો ક્યાંક દેખાવો જોઈએ.


Whatsapp-channel Whatsapp-channel

10 July, 2019 09:17 AM IST | થાઇલૅન્ડ

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK